વિદેશ મંત્રી એસ જયશંકર હાર સંસદના કોઇપણ ગૃહમાં સભ્ય નથી. પાર્ટી તેમને ગુજરાતમાંથી રાજ્યસભા મોકલી શકે છે. બીજેપી અધ્યક્ષ અમિત શાહ અને સ્મૃતિ ઇરાની લોકસભા ચૂંટણી જીત્યા બાદ રાજ્યસભા સીટ ખાલી પડી છે.
કેબિનેટ મંત્રી બનાવાયેલા એસ જયશંકરે 6 મહિનાની અંદર જ કોઇ પણ ગૃહનો હિસ્સો બનવું પડશે. 1977 બેચના વિદેશ સેવા અધિકારી જયશંકર મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં 2015 થી 2018 સુધી વિદેશ મંત્રાલયમાં સચિવ રહ્યા છે.
જયશંકર ચીન બાબતોના વિશેષજ્ઞ માનવામાં આવે છે. તેઓ ચીનમાં રાજદૂત તરીકે કાર્ય કરવાનો અનુભવ પણ ધરાવે છે. આ સ્થિતિમાં તેમની સામે પડોશી ચીન સાથેના સંબંધોને મજબૂતી આપવાનો પડકાર પણ હશે.