નવી દિલ્લીઃ જો તમારી પાસે વોટર કાર્ડ ના હોય તો ચિંતા કરવાની જરૂર નથી. જો તમે ફેસબુક પર હોય તો તમે મતદાન કરી શકો છો. ફેસબુક એક નવુ ફિચર લાવી રહ્યું છે. આગામી વર્ષે યુપી, ઉત્તરાખંડ, ગુજરાત, ગોવા અને પંજાબમાં વિધાનસભાની ચુંટણી છે. જેના માટે રાજકીય પક્ષો તૈયારીમાં લાગી ગયા છે. જો તમે આ રાજ્યના રહેલનાર છો અને અત્યાર સુધી તમે વોટર કાર્ડ નથી બનાવ્યા. તો કઇ વાંધો નહી. તમે ફેસબુક દ્વારા પણ પોતાના પસંદગીના ઉમેદવારને મતદાન કરી શકો છો. આના માટે ફેસબુક એક નવું ફિચર લાવી રહ્યું છે.


આ ફિચરની મદદથી 18 વર્ષની કે તેનાથી વધુ ઉમરના લોકો રાષ્ટ્રીય મતદાતા સેવા (નેશનલ વોટર સર્વિસ) પોર્ટલ સાથે જોડાઇ શકે છે. ફેસબુકે આ માટે 'રજીસ્ટર ટૂ વોટ' બટન ડિઝાઇન કર્યું છે. 8 ઓક્ટોબરે ફેસબુક યૂજર્સને એક મેસેજ મળશે, જે 'રજીસ્ટર ટૂ વોટ'નો મેસેજ હશે. આ મેસેજ માટે 'રજીસ્ટર ટૂ નાઉ' નું બટન દબાવાની સાથે જ ચુંટણી આયોગના પોર્ટલ સાથે જોડાય જશો. જ્યા આપવામાં આવેલ સ્ટેપ અનુસાર જાણકારી પુરી પાડ્યા બાદ તમે પણ મતદાતા બની જશો.

તમને જણાવી દઇએ કે સોશિયલ નેટવર્કિંગ સાઇટનો સૌથ મોટુ નેટર્વક 'ફેસબુક', દુનિયામાં સૌથી વધુ ઉપયોગ થનાર વેબસાઇટ છે. ભારતમાં અંદાજે 15 કરોડ લોકો રોજ ફેસબુકનો ઉપયોગ કરે છે.