નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા દરમિયાન ખોટા અહેવાલનો પ્રચાર પ્રસાર પણ ખૂબ ઝડપથી થઈ રહ્યો છે. ત્યારે આવો જ એક અહેવાલ હાલમાં સોશિયલ મીડિયા પર ચાલી રહ્યો છે જેમાં દાવો કરવમાં આવ્યો છે કે, હવે શહેરથી 15 કિલોમીટરની હદમાં વાહન ચાલકોએ હેલમેટ પહેરવું જરૂરી નથી. આ અહેવાલને પીઆઈબીએ ફેક્ટ ચેક કર્યું છે.


સોશિયલ મીડિયામાં ફરી રહેલ અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, સાગર કુરમાર જૈન નામના વ્યક્તિની અરજી પર  કોર્ટે એક નિર્ણય સંભળાવ્યો છે અને આ અરજીને ટાંકતા દાવો કરવામાં આવ્યો છે કે, મહાનગપાલિકા અથવા નગરપંચાયતની હદમાં 15 કિલોમટીરની અંદર હવે લોકોને હેલમેટ પહેરવાની જરૂરત નથી. એટલું જ નહીં આ મેસેજમાં એ પણ કહેવામાં આવ્યું ચે કે, તમારી પાસે કોઈ ટ્રાફિક પોલીસકર્મી હેલમેટ ન પહેરાવ વિષે સવાલ ઉઠાવે તો કહેવામાં આવે કે શહેરના 15 કિલોમીટરની હદમાં હવે હેલમેટ પહેરવું ફરજિયાત નથી.


PIBએ ફેક્ટ ચેકમાં કર્યો ખુલાસો

ભારત સરકારના ઓફીશિયલ ટ્વિટર હેન્ડલ પીઆીબી ફેક્ટ ચેકે આ અહેવાલ પર ફેક્ટ ચેક કર્યું. જેમાં કહેવામાં આવ્યું કે, આ અહેવ એકદમ ખોટા છે. પીઆઈબીએ ટ્વીટ કર્યું કે, “આ દાવો નકલી છે. વાહન ચાલકોએ હજુ પણ હેલમેટ પહેરવું ફરજિયાત છે.” નોંધનીય છે કે, પીઆઈબી આ પ્રકારના ખોટા અહેવાલ અને દાવા વિશે સાચી માહિતી આપતું રહે છે.