Fact Check: લોકસભા ચૂંટણીની વચ્ચે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ પર જૂતા ફેંકવામાં આવી રહ્યા છે. સોશિયલ મીડિયા સાઇટ્સ એક્સ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર આવા અનેક વીડિયો વાયરલ થઇ રહ્યા છે.
વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે સમાજવાદી પાર્ટીના (Samajwadi Party) રાષ્ટ્રીય અધ્યક્ષ અને કન્નૌજ લોકસભા સીટના ઉમેદવાર અખિલેશ યાદવ બસની છત પર છે અને તેમના પર જૂતા ફેંકવામાં આવી રહ્યા છે. અખિલેશ સાથે તેમના સુરક્ષાકર્મીઓ પણ જોવા મળી રહ્યા છે. જો કે આ વીડિયોનું સત્ય કંઈક બીજું જ છે.
વાસ્તવમાં અખિલેશ પર ચંપલ ફેંકવામાં આવી રહ્યા નથી પરંતુ સપાના કાર્યકરો તેમના પર ફૂલ અને હાર વરસાવી રહ્યા છે. કન્નૌજમાં નોમિનેશન બાદ સપા પ્રમુખે રોડ શો કર્યો હતો. વાયરલ વીડિયો એ જ રોડ શોનો છે જેને 4-5 મે 2024ની વચ્ચે એડિટ કરીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. વીડિયોમાં અખિલેશ સાથે એક મહિલા પણ જોઈ શકાય છે. તે ઔરૈયા જિલ્લામાં સ્થિત બિધુના વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય રેખા વર્મા છે.
જે વીડિયોને એડિટ કરીને વાયરલ કરવામાં આવી રહ્યો છે તે 27મી એપ્રિલનો છે. તે જ દિવસે અખિલેશે કન્નૌજના રસુલાબાદમાં રોડ શો કર્યો હતો. અખિલેશે કનૌજ લોકસભા મતવિસ્તારમાં આવતા રસુલાબાદમાં મોટો રોડ શો કર્યો હતો.
નીચે આપેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે આ તે રોડ શોના વિઝ્યુઅલ છે જેના સંદર્ભમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે અખિલેશ પર જૂતા ફેંકવામાં આવ્યા હતા.