નવી દિલ્હીઃ દિલ્હીમાં કોરોનાના કેસમાં ઘટાડો થયો છે. વધતા મામલા અનેક દિવસોથી બ્રેક લાગી ચૂક્યો છે. છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં કોરોનાના નવા 7498 કેસ નોંધાયા છે અને 29 લોકોના મોત થયા છે.
ગઇકાલની સરખામણીએ આજે કેસમાં વધારો થયો છે. મંગળવારે દિલ્હીમાં કોરોનાના નવા 5760 કેસ નોંધાયા હતા અને 30 લોકોએ જીવ ગુમાવ્યો હતો. પરંતુ આજે આંકડો 7498 પર પહોંચ્યો છે. દિલ્હીમાં સંક્રમણનો દર 10.59 ટકા નોંધાઇ રહ્યો છે અને એક્ટિવ કેસ 38315 પર પહોચી ગયા છે.
દિલ્હીમાં છેલ્લા 24 કલાકની અંદર 56737 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. અગાઉની સરખામણીએ કેટલાક દિવસોથી સતત ટેસ્ટિંગ જરૂર થોડા થયા છે પરંતું સંક્રમણ દરમાં ઘટાડો થવાથી સારા સંકેત આપી રહ્યા છે. દિલ્હી સરકારનું માનવું છે કે હવે કોરોનાની પીક પસાર થઇ ગઇ છે અને આવનારા દિવસોમાં કેસમાં હજુ ઘટાડો થશે.
સરકારના આંકડા અનુસાર 15420 કોરોના બેડમાંથી હવે ફક્ત 2137 ભરેલા છે. એવામાં 13 હજારથી વધુ બેડ ખાલી છે. આવતીકાલ ડીડીએમએની એક મહત્વની બેઠક છે. આ બેઠકમાં કેટલાક નિયંત્રણો હટાવવા પર વિચાર થઇ શકે છે.
FIR Against Sundar Pichai: મુંબઈમાં Google ના CEO સુંદર પિચાઈ સામે નોંધાઈ FIR, જાણો શું છે મામલો
Ahmedabad : નરાધમ શિક્ષકે વીડિયો વાયરલ કરવાની ધમકી આપી બે વર્ષ સુધી વિદ્યાર્થિની સાથે પરાણે માણ્યું શરીરસુખ ને લગ્નની વાત આવી તો...
ગુજરાતના ક્યા ઉચ્ચ પોલીસ અધિકારી હોટલમાં મહિલા પોલીસો સાથે કરતા હતા પાર્ટી ને ઝડપાઈ ગયા ? કોણ કોણ પકડાયું ?
Gautam Adani Become Richest Indian: ગૌતમ અદાણી બન્યા દેશના સૌથી ધનિક વ્યક્તિ, જાણો કેવી રીતે મુકેશ અંબાણીથી આગળ નીકળ્યા