વિવિધ મીડિયામાં પ્રસિદ્ધ અહેવાલ મુજબ સરકારે રેલવેમાં સુધારાના નામ પર કર્મચારીઓની સંખ્યા 50 ટકા સુધી ઘટાડવાનો પ્રસ્તાવ તૈયાર કર્યો છે. રેલકર્મીઓ માટે આકર્ષક-લાભપ્રદ સ્વૈચ્છિક સેવા નિવૃત્તિ યોજના લાગુ કરાશે અને આઉટ સોર્સિંગને પ્રોત્સાહન અપાશે તેવા સમાચાર પ્રસિદ્ધ થયા હતા. જેનું ખંડન કરતા પીઆઈબી ફેક્ટ ચેકે કહ્યું, રેલવેએ આવો કોઈ નિર્ણય કર્યો નથી. પરંતુ ટેકનોલોજીમાં થઈ રહેલા બદલાવના કારણે તેમને રિપોઝિશન કરવામાં આવી રહ્યા છે.
આ ઉપરાંત કેટલી મીડિયા રિપોર્ટ્સમાં કોરોના વાયરસના કારણે આર્મી ભરતી આગામી વર્ષ સુધી થાય તેવો દાવો કરવામાં આવ્યો હતો. જેને લઈ પીઆઈબી ફેક્ટચેકે કહ્યું, આ દાવો સાચો નથી. આર્મીની ભરતી સંબંધિત આવો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. રાજ્ય સરકારનો ભલામણોના આધારે ભરતી પ્રક્રિયા જલદી શરૂ કરવામાં આવશે.
પીઆઈબી ફેક્ટ ચેકમાં બંને દાવા ખોટા સાબિત થયા હતા.