નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આઝે રાષ્ટ્રવ્યાપી વાર્ષિક સર્વેક્ષણની પાંચમી એડિશન સ્વચ્છ સર્વેક્ષણ 2020ના પરિણામોની ગુરુવારે જાહેરાત કરશે. કેન્દ્રીય આવાસ અને શહેરી કાર્ય મંત્રાલયના પ્રવક્તા રાજીવ જૈને કહ્યું કે, આ સર્વેક્ષણણાં 4,242 શહેરો, 62 કન્ટેનમેન્ટ બોર્ડ અને ગંગા નદી કિનારે સ્થિત 92 નગરોના 1.87 કરોડ લોકોએ ભાગ લીધો હતો. સ્વચ્છ મહોત્સવ કાર્યક્રમમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા શહેરો અને રાજ્યોને કુલ 129 પુરસ્કાર આપવામાં આવશે.
કાર્યક્રમનું આયોજન કરી રહેલા કેન્દ્રીય આવાસ અને શહેરી મામલાના મંત્રાલયે કહ્યું, પ્રધાનમંત્રી વીડિયો કોન્ફ્રરન્સ દ્વારા દેશના વિવિધ હિસ્સાના સ્વચ્છ ભારત મિશન (એશબીએમ-યૂ)ના કેટલાક સફાઈકર્મીઓ સાથે સંવાદ કરશે. આ અવસર પર પ્રધાનમંત્રી સ્વચ્છ સર્વેક્ષણ 2020ના પરિણામ પણ જાહેર કરષે.
સ્વચ્છ સર્વેક્ષણ 2020નું અભિયાન 28 દિવસમાં પૂરું થયું છે. સ્વસ્છતા એપ પર 1.7 કરોડ નાગરિકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. 5.5 લાખથી વધારે શપાઈ કર્મચારી સામાજિક કલ્યાણ કાર્યક્રમમાં જોડવામાં આવ્યા અને અનૌપચારિક રીતે કચરો વીણતા 84,000થી વધારે લોકોને મુખ્ય પ્રવાહમાં સામેલ કરવામાં આવ્યા છે.
દિલ્હીથી બિહાર જતી બસ આગરા લખનઉ એક્સપ્રેસ વે પર પલટી, 16 મુસાફરો ઘાયલ
પ્રધાનમંત્રી મોદી આજે સ્વચ્છ સર્વેક્ષણ 2020ના પરિણામો કરશે જાહેર, સફાઈકર્મીઓ સાથે કરશે વાત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
20 Aug 2020 07:49 AM (IST)
આ સર્વેક્ષણણાં 4,242 શહેરો, 62 કન્ટેનમેન્ટ બોર્ડ અને ગંગા નદી કિનારે સ્થિત 92 નગરોના 1.87 કરોડ લોકોએ ભાગ લીધો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -