Fact check:વ્હોટસએપ પર એક મેસેજ ખૂબ વાયરલ થયો છે. જેમાં કહેવામાં આવી રહ્યું છે કે. સરકાર એક ઓર્ગેનાઇઝેશનના કોલેબોરેશનથી વર્ક ફ્રોમ હોમનો મોકો આપી રહી છે. આ માહિતીમાં કેટલું સત્ય છે જાણીએ..
હાલ વર્ક ફ્રોમ હોમને લઇને એક મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં એવી માહિતી આપવામાં આવી છે કે, સરકાર એક ઓર્ગેનાઇઝેશનના કોલેબોરેશનથી વર્ક ફ્રોમ હોમનો મોકો આપી રહી છે. સરકારની ફેક ચેક ઓર્ગેનાઇઝેશનની PIB ફેક ચેકે કહ્યું કે, સરકાર આવો કોઇ મોક નથી આપી રહી એટલે સરકાર તરફથી આવી કોઇ જાહેરાત નથી કરવામાં આવી.
PIBએ મેસેજને ગણાવ્યો ફેક
આ ફેક મેસેજની પોલ ખોલતા PIBએ કહ્યું કે,”સરકાર દ્રારા આવી કોઇ ઘોષણા નથી કરવામાં આવી અને ફ્રોડ આવી કોઇ લિકમાં સામેલ ન થવું.
સોશિયલ મીડિયા ફેક મેસેજ વાયરલ થતાં રહે છે
ઉલ્લેખનિય છે કે, મહામારીના કારણે કેટલીક નોકરી હોમ મોડ પર કામ કરવા માટે શિફ્ટ થઇ ગઇ છે. લગભગ એક વર્ષથી વધુ સમયથી કેટલાક કાર્યાલય આ મોડ પર કામ કરી રહ્યાં છે. આ સ્થિતિમાં વર્ક ફ્રોમ હોમને લઇને કેટલાક ફેક સંદેશ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહે છે.
સરકાર હંમેશા ઓફિશ્યલ વેબસાઇટ પર જાહેરાત કરે છે
નોકરીના ઇચ્છુક ઉમેદવારોએ આ પ્રકારની કોઇ ડીલને ફાઇનલ કરતા પહેલા ખૂબ જ કેરફુલ રહેવાની જરૂર છે. આ વાતનું હંમેશા ઘ્યાન રાખવું જરૂરી છે. કે, સરકાર સંબંધિત કોઇ પણ જાહેરાત મંત્રાલય વિભાગની ઓફિશ્યલ વેબસાઇટ પર જ આવે છે. આ રીતે સોશિયલ મીડિયા દ્રારા મેસેજ કરીને સરકાર કોઇ પણ પ્રકારની જાહેરાત નથી કરતી. ખાસ કરીને નોકરી સંબંધિત કોઇ પણ જાહેરાત સંબંધિત સંગઠનની ઓફિશ્યલ વેબસાઇટના માધ્યમથી અથવા તો સંગઠનોના વેરિફાય સોશિયલ મીડિયા એકાઉન્ટના માધ્યમથી કરવામાં આવે છે.