Corona third wave:દુનિયા છેલ્લા દોઢ વર્ષથી કોરોનાની બીજી લહેરનો સામનો કરી રહ્યાં છે. જો કે આ બધા જ દરમિયાન એક રાહતના સમાચાર આવ્યાં છે. IITના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે, કોરોનાની થર્ડ વેવની શક્યતા નહિવત છે.


દુનિયા છેલ્લા દોઢ વર્ષથી કોરોનાની બીજી લહેરનો સામનો કરી રહ્યાં છે. જો કે આ બધા જ દરમિયાન એક રાહતના સમાચાર આવ્યાં છે. કાનપુરના IITના રિસર્ચર્સે દાવો કર્યો છે કે કોરોનાની થર્ડ વેવની શક્યતા નહિવત છે. નિષ્ણાંતના મત મુજબ વેક્સિનેશનના કારણે થર્ડ વેવની શક્યતા ઓછી સેવાઇ રહી છે.


કાનપુરના IITના રિસર્ચર્સ મણિદ્ર અગ્રવાલે કહ્યું કે, વેક્સિનનેશનના કારણે થર્ડ વેવની શક્યતા બહુ ઓછી છે. તેમણે કહ્યું કે, થર્ડ વેવમાં સંક્રમણની સ્પીડ પણ ઘટી રહી છે. તેમના દાવા મુજબ ઓક્ટોબરમાં દેશના કેટલાક રાજ્યો કોરોના મુક્ત પણ થઇ જશે. દિલ્લી, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર જેવા રાજ્યો સંક્મણથી મુક્ત થઇ જશે. પૂર્વાત્તર રાજ્યોમાં કોવિડની હાલની સ્થિતિ અને આગળના ડેટાના આઘારે તેમણે સ્ટડી કરતા જણાવ્યું કે, તમિલનાડુ, તેલંગાણા, કર્ણાટકા, આસામ, અરૂણાચલ પ્રદેશને કોવિડ મુક્ત થતાં હજુ સમય લાગશે કારણ કે અહીં હાલ પણ સંક્રમણ અન્ય રાજ્યોની તુલનામાં વધુ છે. IITના રિસર્ચર્સે દાવો કર્યો છે કે, ઓક્ટોબર સુધીમાં દેશમાં કોરોનાના કેસ નહિવત થઇ જશે, તેમના તારણ મુજબ દેશમાં ઓક્ટોબર સુધીમાં કોરોના કેસ 15 હજારની આસપાસ થઇ જશે.


કાનપુર આઇઆઇટીના વરિષ્ઠ વૈજ્ઞાનિક પદ્મશ્રી પ્રોફેસર મણીદ્ર અગ્રવાલ કોરોનાના સંક્રમણથી સતત તેનું નિરીક્ષણ કરતા તેના પર અધ્યયન કરી રહ્યાં છે. ઉલ્લેખનિય છે કે, તેમના અત્યાર સુધીના દાવા સાચા સાબિત થયા છે. કાનપુર આઇઆઇટીના વરિષ્ઠ વૈજ્ઞાનિક મણીદ્ર અગ્રવાલના મત મુજબ જો કોવિડ એપ્રોપ્રિએટ બીહેવિયર કરવામાં આવે તો કોવિડ સંક્રમણની સ્થિતિને સુઘારી શકાય છે. વેક્સિનેશનની અસર પણ સકારાત્મક જોવા મળી રહી છે. જે કોવિડનું સંક્રમણ રોકવામાં મદદગાર સાબિત થઇ રહી છે. આ બધા જ સ્થિતિને જોતા કાનપુર આઇઆઇટીના એક્સ્પર્ટે થર્ડ વેવની ભયંકરતાને નકારી છે.