પંજાબમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો બુધવારે જાહેર થયા હતા. જેમાં સત્તારૂઢ કોંગ્રેસનો વિજય થયો છે. જ્યારે ભાજપના સૂપડા સાફ થઈ ગયા છે. ગુરદાસપુર મ્યુનિસિપલ કાઉન્સિલના વોર્ડ નંબર 12 માંથી ભાજપના ઉમેદવાર કિરણ કૌરને માત્ર 9 મત મળ્યા છે.

કોંગ્રેસે સાતમાંથી છ કોર્પોરેશન પર વિજય મેળવ્યો હતો. ખેડૂત આંદોલનનો ફાયદો પંજાબમાં કોંગ્રેસને થયો હતો અને હોશિયારપુર, બટાલા, પઠાણકોટ, કપૂરથાલા, અબોહર, ભઠિંડામાં શાનદાર જીત મેળવી હતી.

ચૂંટણીમાં હાર બાદ ભાજપના ઉમેદવાર કિરણે બનાવટી સહી અને ઈવીએમ બદલવા જેવા ઘણા ગંભીર આક્ષેપો કર્યા હતા. કૌરનો દાવો છે કે એકલા તેમના પરિવારના 15 થી 20 સભ્યોએ તેમના પક્ષમાં મત આપ્યો હતો, પરંતુ તેમને ફક્ત 9 મત મળ્યા હતા.




Education Loan Information:

Calculate Education Loan EMI