મોદી સરકાર દેશના દરેક નાગરિકના ખાતામાં 2000 રૂપિયા જમા કરાવશે ? આ સમાચાર અંગે કેન્દ્રે શું કહ્યું ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 06 Jul 2020 04:21 PM (IST)
મેસેજની સાથે એક લિંક પણ આપવામાં આવી છે જેના પર ક્લિક કરીને ફોર્મ ભરવા માટે કેહવામાં આવ્યું છે.
નવી દિલ્હી: સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ મેસેજમાં કહેવામાં આવ્યું છે કે, કેન્દ્ર સરકાર દરેક નાગરિકને 2,000 રૂપિયાની રોકડ લોકડાઉન રિલીફ ફંડ તરીકે આપી રહી છે. મેસેજની સાથે એક લિંક પણ આપવામાં આવી છે જેના પર ક્લિક કરીને ફોર્મ ભરવા માટે કેહવામાં આવ્યું છે. જોકે આ મેસેજની સત્યતા ચકાસતા ખબર પડી કે આ સાચું નથી. આ એક ફેક મેસેજ છે. સરકાર તરફથી આવી કોઈ જ રકમ નાગરિકોના ખાતામાં જમા કરવાવની વાત ખોટી છે. આ મામલે ભારત સરકારે સ્પષ્ટતા કરતા ખુલાસો કર્યો છે. ભારત સરકારના પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો (પીઆઈબી)એ વાયરસ મેસેજને ફગાવી દીધો છે. PIB ફેક્ટ ચેક ટ્વીટ કરીને કહ્યું કે, વાયરલ મેસેજમાં આપવામાં આવેલ લિંક ફેક અથવા નકલી છે. સાથે જ PIBએ લોકોને સાવચેત કર્યા છે કે, આ પ્રકારના ફ્રોડ મેસેજ અને વેબસાઈટ્સથી બચવાની સલાહ આપવામાં આવી છે.