નવી દિલ્હીઃ ભારત અને ચીન સીમા વિવાદની વચ્ચે એક મોટા સમાચાર મળ્યા છે. પૂર્વીય લદ્દાખની ગલવાન ઘાટીમાં ચીને 1.5 થી 2 કિમી સુદી પોતાના ટેન્ટ પાછળ હટાવી લીધા છે. આ ટેન્ટ ટીને પેટ્રૉલિંગ પૉઇન્ટ 14થી પાછળ હટાવી લીધા છે. પેટ્રૉલિંગ પૉઇન્ટ 14 તે જગ્યા છે જ્યાં 15-16 જૂન દરમિયાન ભારત અને ચીની સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઇ હતી. ચીને આ ટેન્ટ ડિસએન્ગેજમેન્ટ અંતર્ગત પાછળ હટાવ્યા છે.


બન્ને દેશોની સેનાએ ડિસએન્ગેજમેન્ટ પર સહમતી દર્શાવી છે, અને સેનાઓ હાલના સ્થાનથી પાછળ હટી છે. આ ડિસએન્ગેજમેન્ટની સાથે જ ભારતીય સેના અને ચીની સેનાની વચ્ચે નિયંત્રણ રેખા પર બફર ઝૉન બની ગયો છે.

આ મામલા પર રક્ષા વિશેષણ કેકે સિન્હા કહે છે - અમે ચીનને કહ્યું હતુ કે ગલવાન ઘાટી પર અમારો અધિકારી છે, તમે અહીંથી પોતાની સેના હટાવી લો, પણ તે માન્યા નહીં. પછી ભારત-ચીનની વચ્ચે સેનાઓ વચ્ચે 5 કિમી પાછળ હટવાની વાત થઇ હતી, પરંતુ ચીની સેના હજુ માત્ર 1.5 કિમી જ પાછળ હટી છે.



ખરેખર, ભારત અને ચીનની સેનાઓની વચ્ચે 30 જૂને લગભગ 10 કલાક સુધી કૉર કમાન્ડર સ્તરની વાતચીત થઇ હતી. આ વાતચીતનો ઉદેશ્ય પૂર્વી લદ્દાખના અથડામણ વાળા વિસ્તારમાં સૈનિકોને પાછળ કરવા માટે રીતો બનાવવાની હતી. ભારતે જુની સ્થિતિ રાખવા માટે તે સમયે ચીની સૈનિકોને ગલવાન ઘાટી, પોન્ગોંગ સો અને અન્ય વિસ્તારોમાંથી પાછા બોલાવવાની માંગ કરી હતી