નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર એક ટેક્સ્ટ મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પ્રધાનમંત્રી પેંશન યોજના અંતર્ગત તમને 70 હજાર રૂપિયા મળશે.

લોકોના મોબાઇલ પર આવી રહેલા મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તમે પ્રધાનમંત્રી પેંશન યોજના અંતર્ગત 70 હજાર રૂપિયા મેળવવાના હકદાર છો. જોકે મેસેજની તપાસ કરતાં તે બોગસ હોવાનું જણાયું હતું. પીઆઈબી ફેક્ટ ચેકે આ અંગે ટ્વિટ કરીને કહ્યું, આ મેસેજ ફેક છે. કેન્દ્ર સરકાર દ્વારા આવી કોઈ સ્કીમ ચલાવવામાં આવતી નથી.



નોંધનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. પીઆઈબી ફેક્ટ ચેકને કોઈ પણ સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.

બર્ગર કિંગના શેરનું 115.35ના ભાવે ધમાકેદાર લિસ્ટિંગ, રોકાણકારોને થયા માલામાલ

મોદી સરકારે ખેડૂતોના આંદોલનને સોશિયલ મીડિયા પર ફેલાતું અટકાવવા જામર લગાવી દીધાં ? જાણો શું કહ્યું સરકારે ?