નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર અવારનવાર કોઇને કોઇ ખબર કે વીડિયો વાયરલ થતો હોય છે. જેમાંના ઘણા ભ્રામક પણ હોય છે. હાલ યુટ્યુબ પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં મોદી લોન યોજના અંતર્ગત તમામ દેશવાસીના ખાતામાં 75 હજાર રૂપિયા કેશ  જમા કરાવતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. મેસેજ વાયરલ થયા બાદ સરકારે આ અંગે સ્પષ્ટતા કરવી પડી હતી.

એક યુટ્યુબ વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, કેન્દ્ર સરકાર દ્વારા મોદી લોન યોજના અંતર્ગત દરેક દેશવાસીના ખાતામાં 75 હજાર રૂપિયા જમા કરાવી રહી છે. આ ખબર વાયરલ થયા બાદ  પીઆઈબી ફેક્ટચેકે ટ્વિટ કરીને લખ્યું, આ દોવો ફેક છે. કેન્દ્ર સરકારે આવી કોઇ જાહેરાત કરી નથી.



પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. પીઆઈબી ફેક્ટ ચેકને કોઈ પણ શંકાસ્પદ સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો અથવા pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.

IND vs AUS: આવતીકાલથી પ્રથમ ટેસ્ટ, જાણો કેટલા વાગે ને કઈ ચેનલ પરથી થશે લાઇવ ટેલિકાસ્ટ

મોદી સરકાર વેચી રહી છે સસ્તામાં સોનું, ખરીદવા માટે છે માત્ર બે જ દિવસ

Farmers Protest: વિદેશી હસ્તીઓના ટ્વીટ પર ક્રિકેટના ભગવાને કહી આ વાત, જાણો વિગત