નવી દિલ્લીઃ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો ચે કે જેમાં દાવો કરાયો છે કે, કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે દેશભરમાં વીજળી બિલ માફી યોજના 2020 અમલમાં મૂકી છે. આ યોજના હેઠળ દેશનાં તમામ રાજ્યોમાં 1 સપ્ટેમ્બરથી વીજળીનાં બિલ માફ કરી દેવાશે. આ યોજનાનો લાભ લેવા માટે રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી હોવાનો દાવો પણ આ વીડિયોમાં કરાયો છે.

મોદી સરકારે સ્પષ્ટતા કરી છે કે, કેન્દ્ર સરકારે દેશભરમાં વીજળી બિલ માફી યોજના 2020 નામની કોઈ યોજના જ અમલમાં મૂકી નથી. આ દાવો એકદમ ખોટો છે અને કેન્દ્ર સરકાર કોઈ માફી નથી આપી રહી. આ વીડિયોમાં કોનાં કોનાં બિલ માફ કરાશે તેની વિગતો પણ અપાઈ હતી પણ આ વીડિયો જ ખોટો છે તેવી સ્પષ્ટતા મોદી સરકારે પ્રેસ ઈન્ફર્મેશન બ્યુરો (પીઆઈબી)ના માધ્યમતી કરી છે.


દેશમાં વીજળી પૂરી પાડવાની જવાબદારી રાજ્ય સરકારોની છે. આ વીજળીનાં બિલ રાજ્ય સરકારોની માલિકીની વીજળી કંપનીઓ અથવા બોર્ડ-નિગમો આપે છે તેથી પણ આ દાવો ખોટો છે.