નવી દિલ્હીઃ દેશભરમાં ફેલાયેલ કોરોના વાયરસની વચ્ચે લાખો લોકોએ નોકરી ગુમાવી છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર એક મેસેજ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે, આ વર્ષે નવરાત્રિમાં કેન્દ્ર સરકાર બેરોજગારોને નોકરીની તક આપશે. Whatsapp પર આ મેસેજ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. કોરોનાકાળમાં દેશભરમાં જે રીતની સ્થિતિ છે, એવામાં અનેક ફેક સમાચાર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. ભારત સરકારના પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરોએ આ વાયરલ મેસેજને ફગાવી દીધો છે અને કહ્યું કે, સરકારે આવો કોઇ નિર્ણય કર્યો નથી.

વાયરલ થઈ રહેલ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, દેશભરમાં વધતી બેરોજગારીને જોતા સરકાર આ વર્ષે નવરાત્રિમાં લોકોને ઘર બેઠે રોજગારીની તક આપી રહી છે. આ રોજગારમાં દર મહિને ઘર બેઠે 1000થી 2000 રૂપિયા સુધી કમાવાની તક છે. તેના માટે તમારે માત્ર એક લિંગ પર ક્લિક કરવાનું છે.

ભારત સરકારની સંસ્થા પીઆઈબીએ આ વાયરલ મેસેજનું સત્ય તપાસતા અલગ જ ખુલાસો કર્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકેની ટીમે કહ્યું કે, આ દાવો ખોટો છે. કેન્દ્ર સરકાર દ્વારા આવી કોઈ યોજના ચલાવવામાં નથી આવી રહી.



પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. કોઈ પણ પીઆઈબી ફેક્ટ ચેકનો સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.

દિવાળી પર લોન્ચ થશે આ પાંચ કાર, લેટેસ્ટ ફીચર્સથી હશે સજ્જ, કિંમત પણ તમારા બજેટમાં

બેંકમાંથી સોનાના સિક્કાની ખરીદી કેમ છે નુકસાનનો સોદો ? શા માટે બેંકમાંથી સિક્કા ના ખરીદવા જોઈએ ?

 દેશમાં ક્યારે આવશે કોરોનાની રસી ? જાણો સ્વાસ્થ્ય મંત્રીએ શું કર્યો મોટો ખુલાસો