આ વર્ષે જૂનમાં ખાલિસ્તાની અલગતાવાદી નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યા કરવામાં આવી હતી. આ હત્યા અંગે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ આરોપ લગાવ્યો હતો કે તેમાં ભારતીય એજન્ટોની સંડોવણી સંભવ છે. આ પછી બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં તણાવ વધ્યો હતો. દરમિયાન, સોશિયલ મીડિયા એક્સ (અગાઉન ટ્વિટર) પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતના રાષ્ટ્રપતિ ભવનમાંથી શીખ સુરક્ષા કર્મચારીઓને હટાવવામાં આવી રહ્યા છે. જ્યારે આ પોસ્ટની હકીકત તપાસી ત્યારે આ દાવો ખોટો સાબિત થયો હતો.






મેસેજમાં કર્યો દાવો કરવામાં આવી રહ્યો છે?


વાસ્તવમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. તેને @salmanbelieve નામના યુઝરના એકાઉન્ટમાંથી પોસ્ટ કરવામાં આવી છે. આ પોસ્ટની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઈન્દિરા ગાંધી અને અલગતાવાદી નેતા હરદીપ સિંહ નિજ્જરની તસવીરો પણ પોસ્ટ કરવામાં આવી છે. આ સાથે અંગ્રેજીમાં કેપ્શનમાં લખ્યું છે કે, "શું મોદી આગામી ઈન્દિરા બની શકે છે? નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારત સરકારની સંડોવણી અંગે જસ્ટિન ટ્રુડોના ભાષણ અને શીખ સમુદાયમાં ગુસ્સા પછી શીખ સૈનિકોને જબરદસ્તી રજા પર મોકલવામા આવી રહ્યા છે. આ પોસ્ટ સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ઈન્દિરા ગાંધીની જેમ જ શીખ સમુદાયના સુરક્ષા કર્મચારીઓને પણ હત્યાના ડરથી રાષ્ટ્રપતિ ભવનમાંથી હટાવી દેવામાં આવ્યા છે.


આ વિશે જાણવાનો પ્રયાસ કર્યો તો જાણવા મળ્યું કે આવો સરકારી આદેશ ક્યારેય કરવામાં આવ્યો નથી.  


જો કે દરમિયાન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જોવા મળ્યું કે ભારતીય સેનાના સત્તાવાર એકાઉન્ટ ADG PI - INDIAN ARMY ના એકાઉન્ટમાંથી શીખ સુરક્ષા કર્મચારીઓને હટાવવા અંગેની પોસ્ટનો ફોટો શેર કરતા લખ્યું હતું કે છે કે, "સોશિયલ મીડિયા પર દુશ્મન એજન્ટો દ્વારા ભારતીય સેનાના જવાનો વિશે નકલી સંદેશાઓ અને અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. આવા નકલી સમાચારોથી પોતાને બચાવો."


દરમિયાન પીઆઈબી ફેક્ટ ચેકના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પણ આને લગતી પોસ્ટ મળી હતી.  PIB ફેક્ટ ચેકની આ પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે, "એવો દાવો કરવામાં આવે છે કે શીખ નેતા હરદીપ સિંહની હત્યા બાદ રાષ્ટ્રપતિ ભવનમાં શીખ સુરક્ષાકર્મીઓને બદલી દેવામાં આવ્યા છે અને આર્મી શીખ સૈનિકોને રજા આપવાનો ઈનકાર કરી રહી છે." PIB ફેક્ટ ચેકે આગળ લખ્યું હતું કે  "આ દાવો નકલી છે અને વૈમનસ્યતા પેદા કરવાના ઈરાદાથી શેર કરવામાં આવ્યો છે. આવો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી." નોંધનીય છે કે PIB એક સરકારી માહિતી એજન્સી છે જે સરકારને લગતી ભ્રામક અને નકલી માહિતી વિશે સાચી અને નક્કર માહિતી પ્રદાન કરે છે.






ફેક્ટ ચેકથી જાણવા મળ્યું છે કે રાષ્ટ્રપતિ ભવનમાંથી શીખ સુરક્ષા કર્મચારીઓને હટાવવાનો દાવો સંપૂર્ણપણે ખોટો છે. ભારત સરકારે આવો કોઈ આદેશ આપ્યો નથી. ભારતીય સેનાએ આ દાવાને નકારી કાઢ્યો છે.