નવી દિલ્હીઃ દેશમાં આજથી શાળાઓ ફરીથી ખૂલવા જઈ રહી છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે  સ્કૂલો ફરીથી ખોલવાને લઈ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીઝર અને દિશા નિર્દેશ 5 ઓક્ટોબરે જાહેર કર્યા હતા. એસઓપીમાં સ્વાસ્થ્ય, સફાઈ, સોશિયલ ડિસ્ટન્સિંગ પર ભાર મુકવામાં આવ્યો છે. શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલે  કહ્યું, મને આશા છે કે રાજ્યો એસઓપીનું સારી રીતે પાલન કરશે. કોઈ પણ વિદ્યાર્થીને જબરદસ્તીથી સ્કૂલ બોલાવી નહીં શકાય.

શિક્ષા મંત્રાલયે એસઓપી જાહેર કરતા કહ્યું, સ્કૂલોને ખોલતાં પહેલા દરેક ખૂણાને સારી રીતે સાફ અને સેનિટાઇઝ કરવો પડશે. હાથ ધોવા  અને ડિસઈંફેક્શનનો પ્રબંધ કરવો પડશે. વિદ્યાર્થીઓને બેસવાથી લઈ સુરક્ષિત પરિવહન પ્લાન, બાળકો વચ્ચે અંતર, પ્રવેશ અને બહાર નીકળવાના રસ્તા પર સુરક્ષાના તમામ પ્રબંધ કરવા પડશે. એસઓપીમાં છ ફૂટનું સામાજિક અંતર  રાખવાની વાત પર પણ ભાર મૂકવામાં આવ્યો છે.

આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક તસવીરમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, કેન્દ્ર સરકાર હવે 15 ઓક્ટોબરથી સ્કૂલ તથા કોલેજો નહીં ખૂલે. કોઈ ચેનલની પ્લેટ સાથે વાયરલ થઈ રહેલા મેસેજમાં લખવામાં આવ્યું છે કે, “સ્કૂલ-કોલેજ ખોલવાનો નિર્ણય કેન્દ્ર સરકારે બદલ્યો. હવે 15 ઓક્ટોબરથી સ્કૂલ, કોલેજ નહીં ખૂલે. શિક્ષા મંત્રાલયે  અંગેની નોટિસ બહાર પાડી છે.”



આ દાવાનું પીઆઈબી ફેક્ટ ચેકે ખંડન કરતાં કહ્યું, આ દાવો નકલી છે. શિક્ષા મંત્રાલયે તાજેતરમાં સ્કૂલ ખોલવા સંબંધિત દિશા નિર્દેશ જાહેર કર્યા છે. કેન્દ્ર સરકારે સ્કૂલ તથા કોલેજ ખોલવાના નિર્ણયમાં કોઈ બદવાલ કર્યો નથી.

પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી/સ્કીમ્સ/વિભાગ/મંત્રાલયોને લઈને ખોટી જાણકારીને ફેલાતી રોકવાનું કામ કરે છે. સરકાર સાથે જોડાયેલ કોઈપણ પણ સમાચાર સાચા છે કે ખોટા એ જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે.

જવાનો માટે નૉન બુલેટ પ્રૂફ ટ્રક અને PM માટે 8400 કરોડનું હવાઈ જહાજ, શું આ ન્યાય છેઃ રાહુલ ગાંધી

ભારતીય ટીમમાંથી રમી ચૂકેલા આ ક્રિકેટરનું રહસ્યમય મોત. ઘરમાંથી મળી લાશ, દ્રવિડની આગેવાનીમાં રમેલો, જાણો વિગત

હાર્દિક પટેલ સહિત કયા નેતાઓને કોર્ટે મોકલ્યું તેડું ? જાણો શું છે મામલો






Education Loan Information:

Calculate Education Loan EMI