નવી દિલ્હીઃ દેશમાં લાખો લોકો પેન્શન પર નભતા હોય છે. સોશિયલ મીડિયા અવારનવાર કોઈને કોઈ ખબર કે મેસેજ વાયરલ થતા હોય છે. જેમાંના ઘણી ખબર ભ્રામક હોય છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થયો છે. જેમાં કેન્દ્ર સરકાર 70-75 વર્ષની ઉંમર બાદ પેશ્શન બંધ કરી દેશે તેવો દાવો કરવામાં આવ્યો છે.


વાયરલ મેસેજમાં શું લખવામાં આવ્યું છે


બર્તમાન પત્રિકા અને બાબુશાહી ડોટ કોમ પર પ્રસિદ્ધ થયેલા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, કેન્દ્ર સરકાર 70-75 વર્ષની વય બાદ પેન્શન બંધ કરવાનું વિચારી રહી છે. જે બાદ પીઆઈબી ફેક્ટ ચેકે નાણા મંત્રાલયને ટેગ કરીને લખ્યું આવી કોઈ દરખાસ્ત આવી નથી.




નોંધનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. પીઆઈબી ફેક્ટ ચેકને કોઈ પણ સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.


આ પણ વાંચોઃ દેશમાં  લોકડાઉન નાંખીને  ફરીથી સ્કૂલો બંધ કરાશે ? જાણો મોદી સરકારે શું કર્યો ખુલાસો


OYO આગામી સપ્તાહે જમા કરાવશે IPO માટે દસ્તાવેજ, જાણો બજારમાંથી કેટલા કરોડ એકત્ર કરવાની છે યોજના


લગ્નના 17 વર્ષ બાદ મહિલાએ લીધા છૂટાછેડા, Divorce Party રાખીને કર્યું સેલિબ્રેશન, જાણો વિગત