લંડનઃ સામાન્ય રીતે આપણે વેડિંગ પાર્ટી, બેચલર પાર્ટી અને બર્થ ડે પાર્ટી અંગે સાંભળતા હોઈએ છીએ પરંતુ શું ક્યારેય ડિવોર્સ પાર્ટી અંગે સાંભળ્યું ચે. લંડનમાં રહેતી ભારતીય મૂળની 45 વર્ષીય સોનિયા ગુપ્તાએ 17 વર્ષ બાદ પોતાના પતિને છૂટાછેડા આપ્યા બાદ ઘરમાં ડિવોર્સ પાર્ટી યોજીને જશ્ન મનાવ્યો હતો.


સામાન્ય રીતે છૂટછેડા બાદ લોકો સફરમાં એકલા થઈ જતા હોય છે પરંતુ છૂટાછેડા બાદ દુખી થવું ઠીક નહોતું સમજ્યું. તેણે નક્કી કર્યુ કે તે ખુશ રહેશે અને તલાકનું પણ સેલિબ્રેશન કરશે. તેથી તેણે ખુદની માટે ડિવોર્સ પાર્ટી રાખી અને તેમાં પરિવારના લોકો તથા મિત્રોને આમંત્રણ આપ્યું.


છૂટાછેડા વખતે પહેર્યો રંગીન ડ્રેસ


સોનિયાને છૂટાછેડાની પ્રક્રિયા પૂરા થવામાં ત્રણ વર્ષનો સમય લાગ્યો હતો. જેના કારણે તે ખૂશ હતી. આ અવસર પર તેણે રંગીન ડ્રેસ પહેર્યો અને સેશ લગાવ્યું. જેના પર લખ્યું હતું ફાઈનલી ડિવોર્સ્ડ. તેણે મહેમાનોને પણ રંગીન કપડામાં પાર્ટીમાં સામેલ થવા જણાવ્યું હતું.


છૂટાછેડામાં પરિવારનો વિરોધ, મિત્રો-પુત્રોનો સાથે


તેણે કહ્યું 17 વર્ષ પહેલા 2003માં ભારતમાં તેના એરેન્જ મેરેજ થયા હતા. જે બાદ તે પતિ સાથે બ્રિટન શિફ્ટ થઈ હતી. પરંતુ સોનિયા તેના લગ્નથી ખુશ નહોતી. મહિલાએ કહ્યું, લગ્નના બંધનમાં બંધાયા બાદ તે મૂળ સ્વભાવ ગુમાવી બેઠી હતી. તેથી મેં પતિથી અલગ થવાનો નિર્ણય કર્યો હતો. જ્યારે મારા આ ફેંસલા અંગે પરિવારને જણાવ્યું ત્યારે તે લોકોએ છૂટાછેડાનો વિરોધ કર્યો પરંતુ મહિલાના મિત્રો અને તેના બે પુત્રોએ સાથ આપ્યો.


લોકો માને છે કે છૂટાછેડા બાદ સ્ત્રીનું કોઈ જીવન નથી પરંતુ......


સોનિયાએ જણાવ્યું કે, લોકોને એમ લાગે છે કે છૂટાછેડા બાદ મહિલાનું કોઈ જીવન રહેતું નથી. પરંતુ એવું નથી. મારા છૂટાછેડાની પ્રોસેસ વર્ષ 2018માં શરૂ થઈ હતી અને કોર્ટમાં પાંચ વખત હાજરી, ત્રણ ટ્રાયલ તથા ત્રણ વર્ષના લાંબા સમય બાદ છૂટાછેડાને મંજૂરી મળી હતી. જે બાદ તેણે આ અવસરને સેલિબ્રેટ કરવાનો ફેંસલો કર્યો હતો.


આ પણ વાંચોઃ યુવતી સ્કૂલ ગર્લનો ડ્રેસ પહેરીને પ્રેમીને મળવા બંગલે પહોંચી. બંને જણાં શું કરતાં હતાં ને લોકો જોઈ ગયાં ? 


મોદીનું અમેરિકામાં ભવ્ય સ્વાગત, ભારતની જેમ જ ઝલક મેળવવા લોકોએ લગાવી લાઈન, જુઓ તસવીરો