મોદી સરકારે 1 ફેબ્રુઆરીથી લોકલ પેસેન્જર સહિતની તમામ ટ્રેનો શરૂ કરવાનો કર્યો નિર્ણય ? રેલ્વે મંત્રાલયે શું કર્યું એલાન ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 25 Jan 2021 10:43 AM (IST)
સોશિયલ મીડિયા પર વાયરલ એક મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે 1 ફેબ્રુઆરી 2021થી દેશમાં તમામ બંધ પેસેજેન્જર ટ્રેન, લોકલ ટ્રેન અને પ્રવાસી વિશેષ ટ્રેન ચાલુ થવા જઈ રહી છે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસનો પ્રકોપ બાદ રેલવે મંત્રાલયે માર્ચ 2020માં તમામ રેગ્યુલર ટ્રોનું પરિચાલન બંધ કરી દીધું હતું. ત્યાર બાદ જરૂરત અને પરિસ્થિતિ અનુસાર કેટલીક વિશેષ ટ્રેન શરૂ કરવામાં આવી છે અને પ્રવાસીઓની સુવિધાન ધ્યાનમાં રાખીને ધીરે ધીરે ટ્રેનોની સંખ્યા વધારવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ એક મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે 1 ફેબ્રુઆરી 2021થી દેશમાં તમામ બંધ પેસેજેન્જર ટ્રેન, લોકલ ટ્રેન અને પ્રવાસી વિશેષ ટ્રેન ચાલુ થવા જઈ રહી છે. પીઆઈબી ફેક્ટ ચેક ટીમે સોશિયલ મીડિયા પર વાયરલ આ મેસેજનું સત્ય લોકો સામે રાખ્યું છે. રેલવે મંત્રાલયે નથી કરી કોઈ જાહેરાત PIB FactCheckએ આવા દાવાને ખોટો ગણાવતા કહ્યું કે, રેલવે મંત્રાલયે હજુ સુધી આવી કોઈ જાહેરાત કરી નથી. તેને લઈને ટ્વીટ દ્વારા જાણકારી આપવામાં આવી છે. ટ્વીટમાં કહ્યું છે કે, ‘એક બનાવટી તસવીરમાં દાવો કરવામાં આવ્યો છે કે રેલવે બોર્ડે 1 ફેબ્રુઆરી 2021થી તમામ પેસેન્જર ટ્રેન, લોકલ ટ્રેન અને પ્રવાસી સ્પેશિયલ ટ્રેન ચાલુ કરવાની જાહેરાત કરી છે. આ દાવો નકલી છે. રેલવે મંત્રાલયે આવી કોઈ જાહેરાત કરી નથી.’ નોંધનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. કોઈ પણ પીઆઈબી ફેક્ટ ચેકનો સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.