શું લખ્યું હાર્દિક પટેલે
રેલવેનો એક વીડિયો 12 ડિસેમ્બેર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના વર્કિંગ પ્રેસિડેન્ટ હાર્દિક પટેલે ટ્વિટ કર્યો હતો. જે બાદ પ્રિયંકા ગાંધીએ પણ તેને રીટ્વિટ કર્યો હતો. વીડિયો પોસ્ટ કરીને હાર્દિક પટેલે લખ્યું, ભારતીય રેલ પર અદાણીના ફ્રેશ લોટની વિજ્ઞાપન જોવા લાયક છે. હવે તો દાવા સાથે કહી શકીએ છીએ કે ખેડૂતોની લડાઈ સત્યના માર્ગ પર છે.
શું લખ્યું પ્રિયંકા ગાંધીએ
આ વીડિયોને 14 ડિસેમ્બરે પ્રિયંકા ગાંધીએ તેના ફેસબુક પેજ પર પોસ્ટ કર્યો હતો. જેમાં લખ્યું, જે ભારતીય રેલવેને દેશના કરોડો લોકોએ પોતાની મહેનતથી બનાવી તેના પર ભાજપ સરકારે પોતાના અબજોપતિ મિત્ર અદાણીનો સિક્કો મરાવી દીધો. આવતીકાલે ધીમે ધીમે રેલવેનો એક મોટો હિસ્સો મોદીજીના અબજોપતિ મિત્રોને આપી દેવાશે. દેશના ખેડૂતો તેમની ખેતી મોદીના અબજોપતિ મિત્રો સાથે હાથમાં જતી રોકવા લડાઈ લડી રહ્યા છે.
પીઆઈબી ફેક્ટ ચેકે શું કહ્યું
પીઆઈબી ફેક્ટ ચેક્ટે આ દાવાનું ખંડન કર્યું છે. પીઆઈબીએ પ્રિયંકા ગાંધીના ફેસબુક પેજનો સ્ક્રીન શોટ લઇને લખ્યું, ફેસબુક પર એક વીડિયોની સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકારે ભારતીય રેલવે પર એક ખાનગી કંપનીનો સિક્કો લગાવી દીધો છે. આ દાવો ભ્રામક છે. આ માત્ર એક વાણિજયક વિજ્ઞાપન છે.
પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. પીઆઈબી ફેક્ટ ચેકને કોઈ પણ સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.