ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહ નું 26 ડિસેમ્બર 2024ના રોજ 92 વર્ષની વયે અવસાન થયું હતું. તેમના અંતિમ સંસ્કાર દિલ્હીના નિગમબોધ સ્મશાન ગૃહમાં કરવામાં આવ્યા હતા.
દાવોઃ મનમોહન સિંહની અંતિમ યાત્રાના વીડિયોની ટૂંકી ક્લિપ શેર કરીને સોશિયલ મીડિયા પર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમની અંતિમ યાત્રામાં 100 લોકો પણ હાજર ન હતા.
- સમગ્ર વીડિયોમાં જોઈ શકાય છે કે દિવંગત મનમોહન સિંહની અંતિમયાત્રામાં રાહુલ ગાંધી અને કોંગ્રેસના અન્ય નેતાઓએ ભાગ લીધો હતો.
- મનમોહન સિંહની અંતિમ યાત્રામાં હજારો લોકોની ભીડે ભાગ લીધો હતો.
અમે સત્ય કેવી રીતે શોધી કાઢ્યું ? સૌથી પહેલા અમે ચેક કર્યું કે આ વીડિયો મનમોહન સિંહની અંતિમ યાત્રાનો છે કે નહીં.
આ માટે અમે આ ક્લિપમાંથી કીફ્રેમ્સ કાઢી અને તેને મનમોહન સિંહની અંતિમ યાત્રાના પ્રસારણ સાથે જોડી દીધી.
મનમોહન સિંહની છેલ્લી યાત્રા કોંગ્રેસની સત્તાવાર યુટ્યૂબ ચેનલ અને અન્ય ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવી હતી.
આખા વીડિયો માં જોઈ શકાય છે કે અંતિમયાત્રાની પાછળ વાહનોનો કાફલો છે, જ્યારે વાયરલ વીડિયોમાં વાહનોનો આ કાફલો દેખાતો નથી.
The Print, Congress અને DD News ના લાઈવ સ્ટ્રીમ પર જોઈ શકાય છે કે મનમોહન સિંહની અંતિમયાત્રા દરમિયાન AICC ઓફિસથી નિગમબોધ ઘાટ સુધી ભારે ભીડ હાજર હતી.
મનમોહન સિંહની અંતિમ યાત્રામાં રાહુલ ગાંધી, ગાડીઓનો કાફલો અને સુરક્ષાકર્મી
આ સિવાય પીટીઆઈની આ તસવીરો માં જોઈ શકાય છે કે પૂર્વ પીએમ મનમોહન સિંહની અંતિમ યાત્રામાં રાહુલ ગાંધી સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ હાજર હતા.
નિષ્કર્ષ: મનમોહન સિંહની અંતિમ યાત્રાનો અધૂરો વીડિયો ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે કે જો સુરક્ષા કર્મચારીઓને હટાવી દેવામાં આવે તો પણ 100 લોકો પણ મનમોહન સિંહની અંતિમ યાત્રામાં હાજર ન હોત.
(ડિસ્ક્લેમર: આ સમાચારનું ફેક્ટ ચેક ધ ક્વિન્ટે કર્યુ છે, એબીપી અસ્મિતાએ શક્તિ કલેક્ટિવની સાથે ભાગીદારી અંતર્ગત આ ફેક્ટ ચેકમાં કોઇપણ ફેરફાર વિના પુનઃપ્રકાશિત કર્યુ છે)