Unique Village In India: ભારતમાં એક અનોખું ગામ છે. અહીં રહેતા લોકોમાંથી કોઈનું પોતાનું નામ નથી. તેના બદલે, તમે ફક્ત ગીતો ગાઈને જ તેમને બોલાવી શકો છો. તો ચાલો જાણીએ આ ગામ ક્યાં છે અને તેની પાછળની માન્યતા શું છે.


જો આપણે કહીએ કે, ભારતમાં એક એવું ગામ છે, જ્યાં કોઈ વ્યક્તિનું નામ નથી. લોકો ગીતો ગાઈને એકબીજાને બોલાવે છે. તો તમને  નવાઈ લાગશે. પરંતુ આ વાસ્તવિકતા છે. અહીં જ્યારે પણ બાળકનો જન્મ થાય છે ત્યારે માતા સૂર વગાડે છે. બસ આટલું જ. આ બાદ તે બાળકને તે ધૂનથી જ બોલાવાય છે.


ભારતનું આ અનોખું ગામ મેઘાલય રાજ્યમાં આવેલું છે. આ ગામનું નામ છે - કોંગથોંગ ગામ. કોંગથોંગ ગામમાં, લોકો એકબીજાને તેમના નામથી નહીં પરંતુ અલગ રાગ અથવા વિશિષ્ટ ધૂનથી બોલાવે છે. આ જ કારણ છે કે આ વિસ્તારને 'વ્હિસલિંગ વિલેજ' તરીકે પણ ઓળખવામાં આવે છે. કોંગથોંગ મેઘાલયની રાજધાની શિલોંગથી લગભગ 60 કિમી દૂર પૂર્વ ખાસી હિલ્સ જિલ્લામાં સ્થિત છે.


આ ગામના લોકો તેમના સાથી ગ્રામજનોને તેમનો સંદેશો પહોંચાડવા માટે સીટી વગાડે છે. કોંગથોંગના ગ્રામવાસીઓએ આ ધૂનને 'જિંગારવાઈ લવબી' કહે  છે, જેનો અર્થ માતાનું પ્રેમ ગીત છે. ગ્રામજનોના બે નામ છે - એક સામાન્ય નામ અને બીજું ગીતનું નામ. ગીતના નામના બે સંસ્કરણો છે - એક લાંબું ગીત અને ટૂંકું ગીત અને ટૂંકું ગીત. સામાન્ય રીતે ઘરમાં ટૂંકા ગીતોનો ઉપયોગ કરવામાં આવે છે અને બહારના લોકો દ્વારા લાંબા ગીતોનો ઉપયોગ કરવામાં આવે છે.


700 વિવિધ ધૂન


કોંગથોંગમાં લગભગ 700 ગ્રામવાસીઓ છે અને નામ પ્રમાણે, ગામમાં 700 અલગ-અલગ ધૂન છે. ખાસી જનજાતિના એક વ્યક્તિ અને કોંગથોંગ ગામના રહેવાસી  ખોંગસિતના જણાવ્યા અનુસાર, વ્યક્તિને સંબોધવા માટે વપરાતી 'ટ્યુન' બાળકના જન્મ પછી માતાઓ બનાવે છે. જો કોઈ ગ્રામીણ મૃત્યુ પામે છે, તો તેની સાથે સાથે વ્યક્તિની ધૂન પણ મરી  જાય છે. આપણી પોતાની ધૂન છે. આ ધૂન જન્મ સમયે માતા જ આપે છે.


'મારી માતાએ સૂર રચ્યો હતો'


ગામવાળાએ કહ્યું કે અમારા ગામમાં ઘરમાં પરિવારના લોકો એક નાનકડી ધૂનનો ઉપયોગ કરે છે. મારી માએ મારી ટ્યુન કમ્પોઝ કરી હતી. અમારા ગામમાં પેઢી દર પેઢી આ પ્રથા ચાલતી આવી છે. તે ક્યારે શરૂ થયું તે અમને ખબર નથી. પરંતુ, તમામ ગ્રામજનો આનાથી ખૂબ જ ખુશ છે.