સુપ્રીમ કોર્ટે મહત્વનો નિર્ણય આપતા કહ્યું છે કે જો તેઓ યોગ્યતાની શરતો પૂરી કરે છે તો કર્મચારીઓને પ્રમોશન માટે વિચારવાનો અધિકાર છે. કોર્ટે કહ્યું હતું કે કોઇ કર્મચારીને ઉચ્ચ પદ પર પ્રમોશન માટે ધ્યાનમાં ન લેવાથી તેના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થાય છે.






જસ્ટિસ હિમા કોહલી અને અહસાનુદ્દીન અમાનુલ્લાહની બેન્ચે કહ્યું કે પ્રમોશન માટે વિચારણા કરવાનો અધિકારને કોર્ટ દ્ધારા માત્ર એક કાયદાકીય અધિકાર તરીકે જ નહીં પરંતુ મૂળભૂત અધિકાર તરીકે પણ માનવામાં આવે છે. જોકે, કોર્ટે કહ્યું કે પ્રમોશનનો કોઈ મૂળભૂત અધિકાર નથી.


કોર્ટે પટના હાઈકોર્ટના એક આદેશને રદ્દ કરી દીધો છે જેમાં બિહાર વિદ્યુત બોર્ડને 29 જુલાઈ, 1997ના બદલે 5 માર્ચ, 2003થી જોઈન્ટ સેક્રેટરીના પદ પર પ્રમોશન માટે ધર્મદેવ દાસના મામલા પર વિચાર કરવાનો નિર્દેશ આપ્યો હતો. દાસ અન્ડર સેક્રેટરી હતા અને તેમના પ્રસ્તાવ અનુસાર, એક ચોક્કસ સમયગાળો પૂરો કર્યો હતો.


બેન્ચે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભલે સંબંધિત પોસ્ટ્સ ખાલી હતી પરંતુ એ આપમેળે જ પ્રતિવાદી માટે ઉંચા પદ પર પૂર્વવ્યાપી પ્રમોશનનો દાવો કરવાનો કોઇ મૂલ્યવાન અધિકાર મળતો નથી. કોર્ટે કહ્યું હતું કે, "એ ત્યારે જ શક્ય બને છે જ્યારે વાસ્તવમાં જગ્યા ખાલી પડી ત્યારે પ્રતિવાદીને તરત જ પ્રમોશનનો લાભ આપવામાં આવ્યો હતો અને તે પણ નિર્ધારિત પ્રક્રિયા દ્વારા. પોતાની અપીલમાં બિહાર વિદ્યુત બોર્ડે હાઈકોર્ટના આદેશની માન્યતા પર સવાલ ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે પૂર્વ બિહારના વિભાજન બાદ સંયુક્ત સચિવના પદ છથી ઘટાડીને ત્રણ કરવામાં આવ્યા હતા. બોર્ડે જણાવ્યું હતું કે સમય ગાળાના માપદંડો માત્ર નિર્દેશાત્મક પ્રકૃતિના હતા અને તેને પ્રતિવાદી દ્વારા પ્રમોશન માટેની લાયકાતનો દાવો કરવા માટે તેને વૈધાનિક ગણી શકાય નહીં.


કોર્ટે આ દલીલ સાથે સહમત થતા કહ્યું કે કોઇ પણ પ્રકારના ઉચ્ચ પદ પર નિયુક્તિના અધિકારને કોઈપણ રીતે સહજ અધિકાર ગણી શકાય નહીં. બેન્ચે કહ્યું હતું કે "કોઈપણ કર્મચારી માત્ર ન્યૂનતમ લાયકાતની સેવા પૂર્ણ કરવા પર જ આગામી ઉચ્ચ પોસ્ટ પર પ્રમોશન મેળવવાનો દાવો કરી શકે નહીં. પ્રસ્તાવની આવી વ્યાખ્યા ભ્રામક ગણાશે અને વાસ્તવમાં પ્રમોશન માટે વિચાર કરવામા આવનારા અધિકારના રૂપમાં એક કર્મચારીના નિહિત અધિકારના સ્થાપિત કાયજાઓને શૂન્ય કરવાનું પરિણામ હશે.


કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે પ્રમોશન માટે વિચાર કરવામાં આવનારા અધિકારને મૌલિક અધિકારના રૂપમાં પ્રોત્સાહન આપવા પાછળની ભાવના રોજગાર અને રાજ્ય હેઠળની કોઈપણ પોસ્ટ પર નિમણૂકના મામલામાં સમાન અવસરનો સિદ્ધાંત છે.


ખંડપીઠે કહ્યું, "પ્રમોશન માટે વિચારણા કરવાનો અધિકાર એ રોજગાર અને નિમણૂકમાં સમાન તકના અધિકારનું એક પાસું છે, તેને બંધારણની કલમ 14 અને 16(1) હેઠળ ગેરન્ટી યુક્ત મૌલિક અધિકારના રૂપમાં માનવામાં આવશે પરંતુ આ અધિકાર કર્મચારીને આગામી પદ પર ફરજિયાતપણે પ્રમોશન મેળવવાના અધિકારમાં બદલી શકાય નહીં જ્યાં સુધી નિયમ સ્પષ્ટપણે આવી સ્થિતિ માટે પ્રદાન કરતા નથી.