ચક્રવાત 'ફેની' થઇ શકે છે ખતરનાક, ઓડિશમાં 'યલો એલર્ટ', સ્કૂલ-કૉલેજ બંધ
abpasmita.in | 01 May 2019 09:57 AM (IST)
ચક્રવાતી વાવાઝોડા ફેનીથી બચવા માટે ઓડિશામાં બધી સ્કૂલ અને કૉલેજોને બંધ કરી દેવામાં આવી છે. બધી સ્કૂલો 2 મેથી આગળના આદેશ સુધી બંધ રહેશે. બધી પરીક્ષાઓની તારીખો પણ આગળ લંબાવી દીધી છે
નવી દિલ્હીઃ ચક્રવાતી વાવાઝોડુ ફેની મોટી મુસીબત બનીને આવી શકે છે. શુક્રવાર બપોર સુધી આના ગોપલપુર અને ચાંદબાલીની વચ્ચે ઓડિશા તટને પાર કરવાની સંભાવના દર્શાવાઇ રહી છે. ભારતીય હવામાન વિભાગે (IMD) ફેને લઇને 'યલો વૉર્નિંગ' જાહેર કરી દીધી છે. હવામાન ખાતાએ ઓડિશા, પશ્ચિમ બંગાળ અને આંધ્રપ્રદેશના કેટલાક ભાગોમાં ચક્રવાતને લઇને એલર્ટ જાહેર કર્યુ છે, અને તટીય વિસ્તારોને ખાલી કરાવવાની સૂચના આપી છે. ચક્રવાતી વાવાઝોડા ફેનીથી બચવા માટે ઓડિશામાં બધી સ્કૂલ અને કૉલેજોને બંધ કરી દેવામાં આવી છે. બધી સ્કૂલો 2 મેથી આગળના આદેશ સુધી બંધ રહેશે. બધી પરીક્ષાઓની તારીખો પણ આગળ લંબાવી દીધી છે. મુખ્યમંત્રી નવીન પટનાયકે મુખ્ય ચૂંટણી કમિશનરને અપીલ કરી છે કે પટકુરા વિધાસભા વિસ્તારમાં 19 મે થનારી ચૂંટણીની તારીખો આગળ વધારવામાં આવે. નવીન પટનાયક તરફથી રજૂ કરવામાં આવેલા પત્રમાં લખ્યુ છે કે, ફેની વાવાઝોડાના કારણે રાજનગર બ્લૉકમાં ભૂસ્ખલનની સંભાવનાઓ વધારે છે. આ ઉપરાંત ફેની વાવાઝોડાને લઇને યુપીમાં વૉર્નિંગ આપી દેવામાં આવી છે.