નવી દિલ્હી: ત્રણ નવા કૃષિ કાયદાની વિરુદ્ધ દેશના અનેક ભાગોમાં પંચાયત કરી રહેલા ખેડૂત નેતા રાકેશ ટિકૈતે (Rakesh Tikait)દાવો કર્યો છે કે, તેની કાર પર અલવરમાં હુમલો થયો હતો. સાથે તેમણે ભાજપ પર આ હુમલાનો આરોપ લગાવ્યો છે.
ભારતીય કિસાન યુનિયન (BKU) નેતા રાકેશ ટીકૈતે ટ્વિટર વીડિયો શેર કરીને લખ્યું છે કે, "રાજસ્થાન (Rajasthan)ના અલવર જિલ્લાના તતાપુર ચોરાહા, બાનસુર રોડ પર ભાજપના ગુંડાઓ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો. લોકશાહીની હત્યાની તસવીરો.
રાકેશ ટિકૈટ (Rakesh Tikait)ના કાફલા પર હુમલો એ સમેય થયો જ્યારે તે અલવરના હર્સોરા ગામથી બાન્સુર તરફ જઈ રહ્યા હતા. ત્યારે તતારપુર ગામની આસપાસ તેના કાફલા પર હુમલો કરવામાં આવ્યો હતો. ટિકૈટ શુક્રવારે હરસોરામાં એક સભાને સંબોધન કરવા માટે પહોંચ્યા હતા. બેઠક પૂરી થયા બાદ તે બુંસર જવા રવાના થયા હતા. ટિકૈતે પોતાના ટ્વીટમાં એક વીડિયો પણ શેર કર્યો છે. જેમાં તેની કારના પાછળના ભાગનો કાચ તૂટેલો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં કેટલાક રસ્તા પર સૂત્રોચ્ચાર કરતા નજરે પડે છે. આ પહેલા રાકેશ ટિકૈતે અલવરના હરસોલીમાં આયોજિત ખેડૂત પંચાયતની તસવીરો શેર કરી હતી.
ઉલ્લેખનીય છે કે, નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો છેલ્લા 4 મહિનાથી દિલ્હીની બોર્ડર પર પ્રદર્શન કરી રહ્યાં છે અને તેઓ કાયદો પર લેવાની માંગ પર અડગ છે. તેની વચ્ચે ભારતીય કિસાન યુનિયન (BKU)ના નેતા રાકેશ ટીકૈતે ગુરુવારે કહ્યું હતું કે, આ આંદોલનને વધુ આઠ મહિના ચલાવવું પડશે. ખેડૂતએ આંદોલન કરવું પડશે, જો આંદોલન નહીં થાય તો ખેડુતોની જમીન જશે. 10 મે સુધીમાં ખેડુતો તેમના ઘઉંનો પાક લઈ લેશે ત્યારબાદ આંદોલન વધુ જોર પકડશે
આ પણ વાંચો....