Whatsappએ નવી પોલીસી મુદ્દે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, નવી પોલીસીથી યુઝર્સની પ્રાઇવેસીને કોઇ ખતરો નથી. તો આ મુદ્દે  Whatsappએ શું કરી છે વિગતવાર સમજીએ..


WhatsAppએ ન્યૂ પોલિસી વિશે શું કરી સ્પષ્ટતા?

  • વ્હોટસએપ અને ફેસબુક આપના મેસેજ નહીં વાંચી શકે

  • વ્હોટસએપ આપના ફ્રેન્ડ અને ફેમિલી સાથે થતી વાતચીત નહીં સાંભળી શકે

  • જે પણ શેર કરાશે બે વ્યક્તિ વચ્ચે જ રહેશે

  • કોઇ આપના પ્રાઇવેટ મેસેજ નહીં જોઇ શકે

  • આપના પર્સનલ મેસેજ એન્ડ ટૂ એન્ડ ઇન્ક્રિપ્શિન દ્વારા સુરક્ષિત રહે છે

  • 2 બિલિયન લોકોના ડેટા રાખવા પ્રાઇવેસી માટે જોખમી

  • WhatsApp આવું નહી કરે


નહીં જોઇ શકાય લોકેશન

કંપની મુજબ જ્યારે વ્હોટસએપ પર લોકેશન શેર કરવામાં આવે છે ત્યારે એન્ડ ટૂ એન્ડ ઇન્ક્રિપ્શન દ્વારા સુરક્ષિત રહે છે. તેનો અર્થ એવો છે કે, આપનું લોકેશન અને આપના દ્રારા શેર કરવામાં આવતા સામેની વ્યક્તિ સિવાય લોકેશન કોઇ નહીં જોઇ શકે.

ફેસબુક સામે નહીં શેર થાય આપના કોન્ટેક્ટ

વ્હોટસએપ તરફથી એ સ્પષ્ટતા કરાઇ છે કે, જ્યારે યુઝર્સ પરમિશન આપે છે. તો અમે માત્ર મેસેજને ફાસ્ટ ને રિલાયેબલ બનાવવા માટે એડ્રેસ બુકથી માત્ર ફોન નંબર યુઝ કરીએ છીએ. અમે અન્ય ફેસબુક એપ સાથે કોન્ટેક્ટ લિસ્ટ શેર નથી કરતા.

પ્રાઇવેટ ગ્રૂપ

વ્હોટસએપે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, અમે મેસેજ મોકલવા માટે અને અમારી સર્વિસને સ્પેમ અને દુરપયોગથી બચાવવા માટે ગ્રૂપ મેમ્બરશિપને યુઝ કરીએ છીએ. અમે એડ માટે આ ડેટાને ફેસબુક પર શેર નથી કરતા. પ્રાઇવેટ ચેટ અન્ડ ટૂ એન્ડ ઇન્ક્રિપ્ટેડ છે. જેનું કેન્ટેઇન નથી જોઇ શકાતું.

ડિસઅપિયર મેસેજ

વધુ પ્રાઇવેસી માટે આપ મેસેજ કર્યાં બાદ તમારા મેસેજને ગાયબ કરવા માટે પણ સિલેક્ટ કરી શકો છો. આપ આપના અકાઉન્ટમાં આ ફીચર્સનો ઉપયોગ કરી શકો છો.

ડેટા કરી શકીએ છીએ ડાઉનલોડ

આપ આપના ડેટાને ડાઉનલોડ કરી શકો છો અને ચેક કરી શકો છો કે, અમારી પાસે એપની અંદર  શું જાણકારી છે.