જયપુર: કેંદ્ર સરકાર દ્વારા લોંચ કરવામાં આવેલી જુદી-જુદી યોજનાઓના લાભાર્થીઓ સાથે સંવાદ કરવા માટે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી જયપુર પહોંચ્યા છે. પીએમ મોદીએ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ ૧૨ વિકાસલક્ષી યોજનાઓના લગભગ અઢી લાખ લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો અને રાજસ્થાનને ૨૧૦૦ કરોડની વિકાસલક્ષી યોજનાઓની નવી ભેટ આપી છે.


પ્રધાનમંત્રી મોદીએ સંબોધન કરતાં કહ્યું કે અમારી સરકાર 2022 સુધી ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્ય સાથે કામ કરે છે. અમારા કામકાજમાં ના કોઇ કામ અટકે છે, ના લટકે છે અને ના ભટકે છે. પીએમ કહ્યું અમારો એક જ મંત્ર છે વિકાસ, વિકાસ, વિકાસ. તેમણે કહ્યું કે રાજસ્થાનમાં શક્તિ અને ભક્તિનો સંગમ છે. રાજસ્થાન વિકાસ પથ પર આગળ વધી રહ્યુ છે. ઉજ્જવલા યોજના જનતાને લાભ મળ્યો છે.

લોકોએ અહી ગત પાંચ વર્ષમાં થયેલા રાજ્યના વિકાસનું ચિત્ર જોવું જોઇએ. પીએમ મોદીએ વિપક્ષ પર વિકાસ વિરોધ હોવાના આરોપ લગવાતાં કહ્યું કે કેટલાક લોકો એવા છે જેને મોદી અને વસુંધરાજીનું નામ સાંભળી તાવ આવી જાય છે. આ અગાઉ પીએમ મોદીએ લાભાર્થીયો સાથે મંચ પર મુલાકાત કરી.

પ્રધાનમંત્રી મોદીએ રાજ્સ્થાનને વિકાસલક્ષી યોજનાઓની ભેટ આપી છે. તેમાં ઉદયપુર માટે એકીકૃત સંરચના પેકેજ, અજમેર માટે એલિવેટેડ રોડ અને અજમેર-ભીલવાડા, બિકાનેર, હનુમાનગઢ, સીકર તથા માઉન્ટ આબુમાં પાણી અને સુઅરેજની પરિયોજનાનો સમાવેશ થાય છે. આ સિવાય ધૌલપુર, નાગૌર, અલવર તથા જોધપુર અને અજમેર તથા બિકાનેર જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ વિવિધ વિકાસલક્ષી યોજનાઓનાં ખાતમુહૂર્ત કર્યું.

કૉંગ્રેસ પર નિશાન સાધતા તેમણે કહ્યું, આ પહેલાની સરકારમાં રાજસ્થાનમાં નેતાઓના નામના પથ્થર લગાવવાની હોડ હતી. હવે યોજનાઓ માત્ર કાગળ પર નથી દેખાતી. વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું, કૉંગ્રેસને આજકાલ કેટલાક લોકો બળદગાડ બાલવા લાગ્યા છે. કૉંગ્રેસના ઘણા નેતા અને દિગ્ગજ મંત્રીઓ આજકાલ બળદ પર છે. ઉલ્લેખનીય છે કે રાજસ્થાનમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.

મોદીની જનસભામાં કુલ ૧૨ વિકાસલક્ષી યોજનાઓના લાભાર્થીઓ સાથે સંવાદ થયો, જેમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી મુદ્રા યોજના, આવાસ યોજના, કૌશલ ભારત, રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય યોજના, ભામાશા સ્વાસ્થ્ય યોજના, મુખ્યપ્રધાન જળ સ્વાવલંબન યોજના, શ્રમિક કલ્યાણ કાર્ડ, મુખ્યપ્રધાન પાલનહાર યોજના, વિદ્યાર્થી સ્કૂટી વિતરણ અને દીનદયાળ ઉપાધ્યાય વરિષ્ઠ નાગરિક તીર્થ યોજનાના લાભાર્થીનો સમાવેશ થાય છે.