નવી દિલ્હી: કેંદ્રના નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોનું આંદોનલ ઉગ્ર બન્યું છે. ખેડૂતોએ 8 ડિસેમ્બરે ભારત બંધનું એલાન કર્યું છે. જો સરકાર માંગણી પૂર્ણ નહીં કરે તો દિલ્હી તરફ જવાના તમામ માર્ગો બંધ કરવામાં આવશે. પ્રદર્શનકારી ખેડૂતો અને સરકાર વચ્ચે ફરી એકવાર 9મી ડિસેમ્બરે બેઠક યોજાશે. અત્યાર સુધીમાં પાંચ વખત ખેડૂતો અને સરકાર વચ્ચે વાટાઘાટો નિષ્ફળ રહી છે. કૃષિ કાયદાને પરત ખેંચવાની માગ પર ખેડૂતો અડગ છે.


TRS, કૉંગ્રેસ, TMC, આપ સહિત, JDU અન્ય રાજકીય પાર્ટીનું ખેડૂતોના બંધના આહ્વવાને સમર્થન છે. તમામ રાજ્યમાં આપના કાર્યકર્તાઓ ખેડૂતોના બંધના એલાનમાં જોડાશે. આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી કે 8 ડિસેમ્બરે ખેડૂતો દ્વવારા આપવામાં આવેલા ભારત બંધને આમ આદમી પાર્ટી સમર્થન કરે છે. દેશભરમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તા શાંતિપૂર્ણ રીતે તેનું સમર્થન કરશે.

ભારતીય ખેડૂત યૂનિયને દલિત પ્રેરણા સ્થળથી દિલ્હી તરફની માર્ચ શરૂ કરી છે. અર્ધ નગ્ન અવસ્થામાં કૃષિ કાયદાનો વિરોધ કર્યો. દિલ્હીમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો હતો. ખેડૂત યુનિયનની દિલ્લી તરફની આગેકૂચને ધ્યાનમાં રાખી કાલિંદી કુંડ બોર્ડર પર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.