દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરી કહ્યું, '8 ડિસેમ્બરે ખેડૂતો દ્વવારા આપવામાં આવેલા ભારત બંધને આમ આદમી પાર્ટી સમર્થન કરે છે. દેશભરમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તા શાંતિપૂર્ણ રીતે તેનું સમર્થન કરશે. તમામ દેશવાસીઓને અપીલ છે કે તમામ લોકો ખેડૂતોને સાથ આપે અને તેમાં ભાગ લે.'
ગોપાલ રાયે કહ્યું કે ભાજપાની કેંદ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલા ત્રણ કૃષિ કાયદાની વિરૂદ્ધમાં દેશભરના ખેડૂતો 10 દિવસથી રસ્તાઓ પર છે. બાળકા, વૃદ્ધો, મહિલાઓ તમામ ઠંડીમાં રસ્તા ઉપર સૂવા માટે મજબૂર છે. આપણે કોર્ટમાં તારીખ પછી તારીખની વાત સાંભળી હતી, પરંતુ પ્રથમ વખત જોઈ રહ્યા છીએ કે ખેડૂતો ઠંડીનો માર સહન કરી રહ્યા છે અને સરકાર બેઠકો ઉપર બેઠક કરી રહી છે.