હવે પરિસ્થિતિ થાળે પડી રહી છે ત્યારે ઉત્તરપ્રદેશ સરકારે લોકડાઉન તોડવા માટે જેટલા પણ કેસ થયા છે તે તમામ કેસ પાછા ખેંચવા માટે આદેશ કરવામાં આવ્યો છે. આમ આવા કેસ પાછા ખેંચનાર યુપી દેશનુ પ્રથમ રાજ્ય બન્યું છે.
સરકારના આ આદેશથી હજારો લોકોને રાહત થશે. યુપીના કાયદા મંત્રીએ આ માટેના નિર્દેશ પણ અધિકારીઓને આપી દીધા છે. હજારો વેપારીઓ સાથે મોટી સંખ્યામાં કર્મચારીઓ, મજૂરો, ખેડૂતોને રાહત મળશે. તેમણે કહ્યુ હતુ કે, વેપારીઓ આ માટે લાંબા સમયથી માંગ કરી રહ્યા હતા અને સરકારે વિચારણા બાદ આ માંગણી સ્વીકારી લીધી છે. સરકારનુ પણ માનવુ છે કે, જો આ કેસ ચાલુ રહ્યા હોત તો લોકો હેરાન થાત.