નવી દિલ્હી: નવા કૃષિ કાયદાના વિરોધમાં રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની સરહદ પર પ્રદર્શન કરી રહેલા ખેડૂતોનો ગુરુવારે 22મો દિવસ હતો. તેની વચ્ચે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોપરે ખેડૂતોના નામે એક ખુલ્લો પત્રો લખ્યો છે. તેમાં લખવામાં આવ્યું છે કે, કૃષિ સુધારાને લઈ કેટલાક ખેડૂત સંગઠનોમાં ગેરસમજો ઉભી કરવામાં આવી છે. કૃષિ મંત્રીના આ પત્રને વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, અન્નદાતા ખેડૂતો પત્રને જરૂર વાંચે.

તમોરે પત્રમાં કહ્યું કે, અનેક ખેડૂત સંગઠનોએ કૃષિ સુધારા કાયદાનું સ્વાગત કર્યું છે અને તેઓ ખુશ છે. કેટલાક વિસ્તારના ખેડૂતો દ્વારા પહેલા જ દિવસે આ સુધારાનો લાભ લેવામાં આવી ચુક્યો છે. તેમણે ખેડૂતોને અપીલ કરતા કહ્યું કે, તે એવા લોકોની વાતોમાં ના આવો જે રાજકીય સ્વાર્થ માટે જૂઠાણું ફેલાવી રહ્યાં છે.


કૃષિ મંત્રીએ લખેલા પત્રની મુખ્યો વાતો
- એમએસપી અને એમપીએમસી વ્યવસ્થા ખમત નહીં થાય
- ખેડૂતોની જમીન ખતરામાં નથી. સમજૂતી પાકની થશે ના કે જમીનની
- કૃષિ ડિલમાં ઉત્પાદનના મૂલ્યનું નિર્ધારણ કરવામાં આવશે.
- ખેડૂતો જ્યારે ઈચ્છે ત્યારે કોન્ટ્રાક્ટ ખત્મ કરી શકશે.
- કોન્ટ્રાક્ટ ખેતી અગાઉથી જ ચાલતી આવી છે. ઘણા રાજ્યમાં તેને લાગુ કરવામાં આવી છે. અનેક રાજ્યમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગને લઈને કાયદા છે.
આ પહેલા નરેન્દ્ર સિંહ તોમરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય રેલ મંત્રી પીયુષ ગોયલ સાથે ભાજપના કાર્યલયમાં મુલાકાત કરી કૃષિ સંબંધિત મુદ્દા પર ચર્ચા કરી હતી.