ગડકરીએ ગુરવારે કહ્યું કે, આગામી બે વર્ષમાં વાહનોનો ટોલ માત્ર તમારા લિંક્ડ બેન્ક ખાતામાંથી કાપવામાં આવશે. તેના માટે સરકાર જીપીએસ (ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ)ને અંતિમ સ્વરૂપ આપવા જઈ રહી છે.
તેમણે ઉદ્યોગ સંગઠન એસોચેમના એક કાર્યક્રમમાં કહ્યું કે, ટોલ માટે જીપીએસ પ્રણાલી પર કામ ચાલી રહ્યું છે. જેમાં ટોલની ચૂંકવણી આપમેળે નક્કી કરેલા અંતર પ્રમાણે કાપવામાં આવશે.
ગડકરીએ કહ્યું કે, રશિયા સરકારની મદદથી અમે જલ્દી જ જીપીએસ સિસ્ટમને અંતિમ રૂપ આપવામાં આવશે. તેના બાદ 2 વર્ષમાં ભારત ટોલ નાકા મુક્ત થઈ જશે.
ઉલ્લેખનીય છે કે, હાલમાં દેશમાં તમામ કોર્મર્શિયલ વાહન ટ્રેંકિગ સિસ્ટમથી લેસ છે. જ્યારે સરકાર તમામ જૂના વાહનોમાં પણ જીપીએસ સિસ્ટમ ટેકનોલોજી લગાવવા માટે ઝડપથી કામ કરશે. છેલ્લા એક વર્ષ દરમિયાન વાહનોની સ્વતંત્ર અવરજવરની દિશામાં મહત્વપૂર્ણ પહેલ કરતા કેન્દ્ર સરકારે દેશના તમામ ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ ફરજીયાત કરી દીધું છે. ફાસ્ટેગ ફરજીયાત કર્યા બાદ ઈધણના વપરાશમાં ઘટોડો આવ્યો છે અને તે સિવાય પ્રદુષણ પર પણ નિયંત્રણ આવ્યું છે.