મુંબઈ: કથિત ટીઆરપી (ટેલીવિઝન રેટિંગ પોઈન્ટ) કૌભાંડમાં મુંબઈ પોલીસે બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (બાર્ક)ના પૂર્વ મુખ્ય સીઓઓ(ચીફ ઓપરેટિંગ ઓફિસર)ની ગુરુવારે ધરપકડ કરી હતી. એક અધિકારીએ જણાવ્યું કે, ટીઆરપી મામલે તપાસ કરી રહેલી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાર્કના પૂર્વ સીઓઓ રોમિલ રામગઢિયાની બપોરે ધરપકડ કરી લીધી છે. ટીઆરપી કૌભાંડ કેસમાં આ 14મી ધરપકડ છે.


પોલીસ અધિકારીએ કહ્યું કે, “ તપાસ દરમિયાન આ મામલે રાગગઢિયાની કથિત સંડોવણી હોવાનું સામે આવ્યું છે, તેના બાદ તેની ધરપકડ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, રામગઢિયાને એક સ્થાનિક કોર્ટમાં રજુ કરાશે.”

આ પહેલા પોલીસે રિપબ્લિક મીડિયા નેટવર્કના સીઈઓ વિકાસ ખાનચંદાનીની ટીઆરીપ કૌભાંડ મામલે રવિવારે ધરપકડ કરી હતી. જો કે, એક કોર્ટે બુધવારે તેને જામની આપી દીધા છે.

ઉલ્લેખનીય છે કે, બાર્ક દ્વારા હંસા રિસર્ચ એજેન્સીના માધ્યમથી કેટલીક ચેનલો વિરુદ્ધ ટીઆરીપમાં ચેડા કરવાની ફરિયાદ કરવામાં આવી હતી. તેના બાદ પોલીસે આ કથિત કૌભાંડની તપાસ શરુ કરી હતી.