બેઠક બાદ કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે, સરકાર અને ખેડૂતો વચ્ચે આજે થયેલી વાતચીતનું કઈ પરિણામ આવ્યું નથી. 8 જાન્યુઆરીએ ફરીથી બેઠક થશે. અમે ખેડૂતોનું સન્માન કરીએ છીએ. એમએસપી પર પણ વાતચીત થઈ. ખેડૂતોને સરકાર પર ભરોસો છે.
તોમરે કહ્યું, આજની ચર્ચા જોતાં મને આશા છે કે આગામી બેઠક દરમિયાન અમે સાર્થક ચર્ચા કરીશું અને એક નિષ્કર્ષ પર પહોંચીશું. સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે 8 તારીખે ફરીથી ચર્ચા થશે. સરકારના મનમાં ખેડૂતો પ્રત્યે સંવેદના છે. સમગ્ર દેશને ધ્યાનમાં રાખીને સરકાર નિર્ણય કરશે.
ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું, 8 જાન્યુઆરીએ સરકાર સાથે ફરીથી મુલાકાત થશે. ત્રણ કૃષિ કાયદાને પરત લેવા તથા એમએસપી બંને મુદ્દા પર 8 તારીખે વાતચીત થશે. અમે જણાવી દીધું છે કે કાનૂન વાપસી નહીં તો ઘર વાપસી નહીં.
આજે બેઠકની શરૂઆત પ્રદર્શન દરમિયાન જીવ ગુમાવનારા ખેડૂતોને શ્રદ્ધાંજલિ આપીને થઈ હતી.