લાલ કિલ્લા પર જ્યાં PM ફરકાવે છે તિરંગો, ત્યાં ખેડૂતોએ ફરકાવ્યો પોતાનો ઝંડો, Photos
લાલ કિલ્લા પર પહોંચેલા ખેડૂતોએ સૂત્રોચ્ચા કર્યો હતો.બાઇક અને ટ્રેક્ટર સ્ટંટ પણ કર્યા હતા. દેખાવકારો બેરિકેડ તોડીને લાલ કિલ્લા સુધી પહોંચી ગયા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલાલ કિલ્લા પર ચડાઈ કરેલા ખેડૂતોને પોલીસે સમજાવટથી નીચે ઉતાર્યા છે. બીજી બાજુ ITO પાસે ટ્રેક્ટર પલટી થવાના કારણે એક ખેડૂતનું મોત થયું છે.
દિલ્હીના વિવિધ વિસ્તારોમાં પોલીસ સાથે માથાકૂટ, બેરિકેડ તોડવાની તસવીરો સામે આવી રહી છે. (તમામ તસવીરોઃ ANI)
દિલ્હી પોલીસે શરતો સાથે ટ્રેક્ટર રેલીને મંજૂરી આપી હતી. પરંતુ મંગળવારે સવારથી જ દિલ્હીની વિવિધ સરહદો પર ખેડૂતો ઘૂસી ગયા હતા.
ગણતંત્ર દિવસ પર કૃષિ કાનૂના વિરોધમાં 62 દિવસથી આંદોલન કર રહેલા ખેડૂતો આજે લાલ કિલ્લા સુધી પહોંચી ગયા હતા. તમામ કોશિશ છતાં દિલ્હી પોલીસ ખેડૂતોને લાલ કિલ્લા સુધી ટ્રેક્ટર લઇને જતા રોકવામાં નિષ્ફળ રહી હતી. ખેડૂતોએ 15 ઓગસ્ટે જ્યાં પ્રધાનમંત્રી ધ્વજવંદન કરે છે ત્યાં પોતાનો ઝંડો ફરકાવ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -