બલબીર સિંહ રાજેવાલે કહ્યું કે, કિસાન પરેડ સરકારના કાવતરાનો શિકાર બની. સંયુક્ત કિસાન મોર્ચાએ દિલ્હીમાં થયેલી હિંસક ઘટનાઓથી પોતાને અલગ કરી લીધા છે. તેની સાથે જ તેમણે આરોપ લગાવ્યો છે કે, દીપ સિદ્ધુ આરએસએસનો એજન્ટ છે. દીપ સિદ્ધુએ લાલ કિલ્લા પર ધાર્મિક ધ્વજ લહેરાવીને તિરંગાનું અપમાન કર્યું અને દેશની અને અમારી ભાવનાઓને ઠેસ પહોંચાડી છે.
તેની સાથે જ બલબીર સિંહ રાજેવાલે કહ્યું કે, “હું ખેડૂત મોર્ચા તરફથી દેશ પાસે માફી માંગુ છું. મંગળવારે ખેડૂત પરેડનું આયોજન કર્યું, પોતાના આ એક ઐતિહાસિક હતું. અમે 26 નવેમ્બરથી અહીં આવીને બેઠા. કોઈ પરેશાની નથી થઈ. કેટલાક સંગઠનો કહી રહ્યાં હતા કે લાલ કિલ્લા પર જઈશું...સરકાર સાથે મિલીભગત હતી. દીપ સિદ્ધુને સમગ્ર દુનિયાએ જોયો. તે આરએસએસનો માણસ છે.”
ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું કે, આંદોલન ચાલુ રહેશે. તમામ લોકો લંગર અને ભંડારા કરતા રહેશે. યુવાનોએ ડરવાની જરૂર નથી. ગઈકાલની ઘટના માટે પોલીસ પ્રશાસન દોષી છે. ખેડૂત નેતા હન્નાન મોલ્લાહે પણ કહ્યું કે, સરકારે ચાલ રમી છે જે દુનિયા સામે આવી ગઈ છે.
સ્વરાજ ઈન્ડિયાના અધ્યક્ષ યોગેન્દ્ર યાદવે કહ્યું કે, અમે દીપ સિદ્ધુના સામાજિક બહિષ્કારની સૌને અપીલ કરીઈ છે. કિસાન મજદૂર સંઘર્ષ સમિતિ અને દીપ સિદ્ધુ કાલની હિંસા માટે જવાબદાર છે.
દિલ્હીની સરહદ પર ખેડૂતો છેલ્લા 63 દિવસથી આંદોલન કરી રહ્યાં છે. તેની વચ્ચે ભારતીય કિસાન યુનિયનના અધ્યક્ષ ભાનુ પ્રતાપ સિંહ અને રાષ્ટ્રીય કિસાન મંજદૂર સંઘના રાષ્ટ્રીય સંયોજક વીએમ સિંહે પોતાનું આંદોલન સમાપ્ત કરવાનો નિર્ણય કર્યો છે. આ ખેડૂત નેતા ત્રણ નવા કૃષિ કાયદાને પરત લેવાની માંગ કરી રહ્યાં હતા, જો કે ગણતંત્ર દિવસે દિલ્લીમાં થયેલી હિંસાની ઘટના બાદ આંદોલનથી અલગ થવાનો નિર્ણય લીધો છે.
ખેડૂતોની ટ્રેક્ટર પરેડ દરમિયાન થયેલી હિંસાને લઈને દિલ્હી પોલીસે 37 જેટલા ખેડૂત નેતાઓ પર એફઆઈઆર નોંધવામાં આવી છે. ધરણા પર સામેલ લગભગ તમામ નેતાઓના નામ સામેલ છે. એફઆઈઆરમાં નર્મદા બચાવો આંદોલનની મેઘા પાટકર અને સ્વરાજ ઈન્ડિયાના યોગેન્દ્ર યાદવનું નામ પણ છે.