ભારતીય કિસાન યુનિયન (ભાનુ)ના અધ્યક્ષ ભાનુ પ્રતાપ સિંહે મંગળવારે દિલ્હીમાં થયેલી હિંસાની ઘટનાની નિંદા કરી હતી. ભાનુ ગુટ જિલ્લા બોર્ડર પર ધરણા પ્રદર્શન કરી રહ્યાં હતા. ભાનુ પ્રતાપ સિંહે કહ્યું કે, મંગળવારે દિલ્હીમાં જે પણ થયું તેનાથી પરેશાન છું અને 58 દિવસનો વિરોધ પ્રદર્શનને સમાપ્ત કરી રહ્યો છું.
રાષ્ટ્રીય કિસાન મંજદૂર સંઘના રાષ્ટ્રાયી સંયોજક વીએમ સિંહે કહ્યું કે, જે લોકોએ આંદોલનકારી ખેડૂતોને મંગળવારે ઉશ્કેર્યા તેના પર કાર્યવાહી થવી જોઈએ. તેમણે કહ્યું કે, રાશેક ટિકૈતે સરકારની એક પણ મીટિંગમાં શેરડી પકવતા ખેડૂતોના મુદ્દાને કેમ નથી ઉઠાવ્યો ?
વીએમ સિંહે સ્પષ્ટ કરી દીધું છે, આંદોલન સમાપ્ત કરવાનો નિર્ણય રાષ્ટ્રીય કિસાન મંજદૂર સંઘનો છે ના કે ઓલ ઈન્ડિયા કિસાન સંઘર્ષના ઓર્ડિનેશન કમિટી (AIKSCC)નો.
ઉલ્લેખનીય છે કે, મંગળવારે ખેડૂતોની ટ્રેક્ટર પરેડ દરમિયાન થયેલી હિંસાને લઈને દિલ્હી પોલીસે 37 જેટલા ખેડૂત નેતાઓ પર એફઆઈઆર નોંધવામાં આવી છે. ધરણા પર સામેલ લગભગ તમામ નેતાઓના નામ સામેલ છે.
-------