નવી દિલ્હી: દેશમાં એક તરફ કોરોના વાયરસની મહામારી ઘાતક સાબિત થઈ રહી છે, ત્યારે કોવિડ19થી સાજા થયેલા લોકોમાં એક અલગ જ જીવલેણ સંક્રમણ સામે આવ્યું છે.  આ સંક્રમણને બ્લેક ફંગસ અથવા તો મ્યુકોરમાઈકોસિસ કહે છે. અત્યાર સુધીમાં દેશમાં બ્લેક ફંગસના ઘણા કેસ સામે આવ્યા છે. જેનાથી લોકોના જીવ જાય છે. એવામાં સરકાર તરફથી આ ઘાતક સંક્રમણને લઈ એડવાઈઝરી જાહેર કરાઈ છે. જેમાં જણાવવામાં આવી રહ્યું છે કે મ્યુકોરમાઈકોસિસનું સ્ક્રીનિંગ, તપાસ અને સારવાર કઈ રીતે થઈ શકે છે. બ્લેક ફંગસના સામાન્ય રીતે એ લોકો શિકાર બની રહ્યા છે જેમની રોગ પ્રતિકારક શક્તિન દવાઓના કારણે ખૂબ જ ઓછી થઈ ગઈ છે. જો યોગ્ય સમય પર તેની સારવાર ન થાય તો તેનાથી લોકોના જીવ જઈ  શકે છે.


મ્યુકોરમાઈકોસિસ અથા બ્લેક ફંગસના લક્ષણો


મ્યુકોરમાઈકોસિસની ઓખળ તેના લક્ષણોથી કરી શકાય છે, જે આ પ્રમાણે છે


નાક બંધ થઈ જવું 


નાક અને આંખની આસ-પાસ દુખાવો અને લાલ થઈ જવું


તાવ, માથું દુખવું અને ઉધરસ


શ્વાસ ફૂલાવો અને લોહીની ઉલટીઓ થવી


માનસિક રીતે અસ્વસ્થ થવું, મૂંઝવણની સ્થિત


કઈ રીતે થઈ શકે છે બ્લેક ફંગસનું સંક્રમણ ?


જેમનું વધારે ડાયાબિટીસ હોય તેમને


સ્ટીરોઈડના ઉપયોગથી રોગ પ્રતિકારક ક્ષમતા ઓછી થવાથી


લાંબા સમય સુધી આઈસીયૂમાં રહેવાથી


કોઈ ગંભીર બિમારીથી પીડિત હોય તો


વોરિકોનાજોલ થેરાપી


કોવિડથી સાજા થયેલા લોકોએ આ વાતનું રાખવાનું છે ધ્યાન 


હાઈપરગ્લાઈસિમિયા પર નિયંત્રણ કરવું જરુરી છે. 


કોરોના સંક્રમણથી સ્વસ્થ થયા બાદ ડાયાબિટીસના દર્દી લોહી અને ગ્લૂકોઝ લેવલ ચેક કરતા રહેવું


સ્ટીરોઈડન લેતા સમયે યોગ્ય સમય, યોગ્ય ડોઝ અને સમયનું ધ્યાન રાખો


ઓક્સીજન થેરાપી દરમિયાન ચોખ્ખા પાણીનો ઉપયોગ કરો.



એન્ટીબાયોટિક્સ અને એન્ટીફંગલના ઉપયોગ વખતે સાવધાની રાખો
 
શું નથી કરવાનું ?


કોઈપણ લક્ષણો હોય તેને સામાન્ય નથી લેવાના.


કોરોનાની સારવાર બાદ નાક બંધ થઈ જવાને બેક્ટીરિયલ સાઈનસિટિસ ન માને.


કોઈ લક્ષણો જણાતા યોગ્ય તપાસ કરાવો


મ્યુકોરમાઈકોસિસની સારવાર પોતાની જાતે કરવામાં સમય ન બગાડો


શું છે સાવધાની ?


ધૂળ વાળી જગ્યાઓ પર માસ્ક જરુરથી પહેરો.


ગાર્ડનમાં અથવા તો માટી હોય ત્યાં કામ કરતા સમયે શૂઝ, હાથ અને પગ ઢંકાય તેવા કપડા અને ગ્લોવ્ઝ પહોરો


દરરોજ સ્નાન કરો અને સાફ-સફાઈનું ધ્યાન રાખો