Father's Day 2024 Date:  બાળકો દર વર્ષે ફાધર્સ ડેની રાહ જુએ છે. આ દિવસ પિતાને સમર્પિત છે. આ દિવસ પિતા અને બાળકો વચ્ચેના અતૂટ બંધનને મજબૂત બનાવે છે અને પિતા પ્રત્યેના પ્રેમ અને સમર્પણનું સન્માન કરવાની તક છે. ઘણા લોકો તેમના પિતા પ્રત્યે આદર અને પ્રેમ વ્યક્ત કરવા માટે આ દિવસને ખૂબ જ ધામધૂમથી ઉજવે છે. આ દિવસ વિદેશમાં ઉજવવામાં આવતો હતો, પરંતુ હવે ભારતમાં પણ ઘણી જગ્યાએ ફાધર્સ ડે ઉજવવામાં આવે છે. આ વર્ષે ફાધર્સ ડે 16 જૂન 2024 એટલે કે રવિવારના રોજ આવી રહ્યો છે.


ફાધર્સ ડેનો ઇતિહાસ


ભારત સહિત ઘણા દેશોમાં જૂન મહિનાના ત્રીજા રવિવારે ફાધર્સ ડે ઉજવવામાં આવે છે. જ્યારે સ્પેન અને પોર્ટુગલમાં ફાધર્સ ડે ઓગસ્ટ મહિનામાં ઉજવવામાં આવે છે, જ્યારે થાઈલેન્ડમાં ફાધર્સ ડે ડિસેમ્બર મહિનામાં ઉજવવામાં આવે છે. મળતી માહિતી મુજબ, 1900ના દાયકાની શરૂઆતમાં પિતાના સન્માન માટે ફાધર્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી.


તે પ્રથમ વખત 19 જૂન, 1910 ના રોજ ફેરમોન્ટ, વેસ્ટ વર્જિનિયામાં ઉજવવામાં આવ્યો હતો. 1907માં વેસ્ટ વર્જિનિયાના મોનોંગાહમાં ખાણ દુર્ઘટના થઈ હતી, જેમાં ઓછામાં ઓછા 210 પિતાના સન્માનમાં આ દિવસનું આયોજન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ફાધર્સ ડેની ઉજવણીની શરૂઆત લગ્રેસ ગોલ્ડન ક્લેટન દ્વારા કરવામાં આવી હતી.


સોનોરાની વાર્તા


મળતી માહિતી મુજબ ફાધર્સ ડે મનાવવા પાછળ એક વાર્તા છે. આ વાર્તા અમેરિકન સિવિલ વોરના વિલિયમ જેક્સન સ્માર્ટની પુત્રી સોનોરાની વાર્તા છે. નોંધનીય છે કે સોનોરા વોશિંગ્ટનના સ્પોકેનમાં રહેતી હતી. તેની માતાનું પ્રસુતિ દરમિયાન નિધન થયું હતું. માતાના નિધન બાદ સોનોરાએ પોતાના પિતા અને નાના ભાઇની સંભાળ રાખી હતી. સોનોરાના પિતા જે રીતે તમામ બાળકોની સંભાળ રાખતા હતા તે રીતે સોનોરા તેના પિતાનું સન્માન કરવા માંગતી હતી.


સ્પોકોન સેન્ટ્રલ મેથોડિસ્ટ એપિસ્કોપલ ચર્ચના બિશપ તરફથી મધર્સ ડે પર ધર્મ ઉપદેશ આપવામાં આવ્યો જેને સાંભળ્યા બાદ સોનોરાના મનમાં ખ્યાલ આવ્યો કે આવું જ સન્માન પિતાઓને પણ મળવું જોઇએ. તેને ધ્યાનમાં રાખીને સોનોરા નેસ્પોકોનના મિનિસ્ટીરિયલ એલાયન્સ સાથે વાત કરીને પોતાના પિતાના જન્મદિવસ એટલે કે 5 જૂનને વિશ્વના જેટલા પણ પિતા છે તેમના સન્માનમાં ફાધર્સ ડે ઉજવવાનું કહ્યું હતું


આ રીતે ફાધર્સ ડે ઉજવો


ફાધર્સ ડે ઉજવવા માટે તમે તમારા પિતાને એક સુંદર પત્ર લખી શકો છો. જેમાં તમે તેમની સાથે વિતાવેલી દરેક પળને લખી શકો છો. આ ઉપરાંત, તમે તમારા પિતાને કેટલીક ભેટો પણ આપી શકો છો, જે તેમના માટે ઉપયોગી થશે અને તેમના માટે યાદગાર રહેશે. આ દિવસે તમે તમારા પિતાને તેમના દરેક કાર્ય માટે આભાર અને સન્માન આપી શકો છો, તેઓ તમારા માટે કેટલા મહત્વપૂર્ણ છે.