Ramoji Rao Death: રામોજી ગૃપ ઓફ કંપનીઝના ચેરમેન રામોજી રાવનું 87 વર્ષની વયે નિધન થયું છે. આજે સવારે હૈદરાબાદની હૉસ્પીટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ ઘણા સમયથી બિમાર હતા અને તેમને હૉસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રામોજી રાવને મીડિયા જગતમાં એક મોટું વ્યક્તિત્વ માનવામાં આવતું હતું. તેઓ રામોજી ફિલ્મ સિટી અને ઇટીવી નેટવર્કના માલિક હતા. વર્ષ 2016માં તેમને પદ્મ વિભૂષણથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.


87 વર્ષની વયે રામોજી રાવનું નિધન 
મળતી માહિતી મુજબ, હાઈ બ્લડ પ્રેશર અને શ્વાસ લેવામાં તકલીફના કારણે રામોજી રાવને 5 જૂને હૈદરાબાદની એક હૉસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પીએમ મોદીએ પણ રામોજી રાવના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમને એક્સ પર તેમની તસવીરની સાથે લખ્યું- આ દુઃખદ છે, તે એક દુરદર્શી વ્યક્તિ હતા, જે ભારતીય મીડિયામાં ક્રાંતિ લાવ્યા, તેમના સમૃદ્ધ યોગદાને પત્રકારત્વ અને ફિલ્મ જગત પર અમિટ છાપ છોડી. પોતાના ઉલ્લેખનીય પ્રયાસોથી તેમને મીડિયા અને મનોરંજન જગતમાં નવાચાર અને ઉત્કૃષ્ટતાના નવા માપદંડ સ્થાપિત કર્યા.


પીએમ મોદીએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું કે રામોજી રાવ ગરુ દેશના વિકાસ માટે ખૂબ જ જુસ્સાદાર હતા. હું ભાગ્યશાળી છું કે તેમની સાથે વાર્તાલાપ કરવાની અને તેમની શાણપણનો લાભ લેવાની ઘણી તકો મળી. આ મુશ્કેલ સમયમાં તેમના પરિવાર, મિત્રો અને અસંખ્ય ચાહકો પ્રત્યે મારી સંવેદના. ઓમ શાંતિ.




ભાજપના વરિષ્ઠ નેતા જી કિશન રેડ્ડીએ રામોજી રાવના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વિટર પર ટ્વિટ કર્યું: "શ્રી રામોજી રાવ ગારુના નિધનથી દુઃખી, તેલુગુ મીડિયા અને પત્રકારત્વમાં તેમનું "ઉલ્લેખનીય યોગદાન" પ્રશંસનીય છે. હું તેમના પરિવારના સભ્યો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું."




રામોજી રાવના નામો છે આ મોટી ઉપલબ્ધિઓ 
રામોજી રાવ એક ભારતીય ફિલ્મ નિર્માતા અને નિર્માણ કંપની ઉષાકિરણ મૂવીઝના વડા હતા. તેઓ ચેરુકુરી રામોજી રાવ તરીકે પણ જાણીતા હતા. તે રામોજી ફિલ્મ સિટીના માલિક હતા, જે વિશ્વની સૌથી મોટી ફિલ્મ નિર્માણ સુવિધા છે. સિનેમા જગતમાં તેમના મહત્વપૂર્ણ યોગદાન માટે તેમને રાષ્ટ્રીય પુરસ્કાર અને ફિલ્મફેર પુરસ્કારથી પણ નવાજવામાં આવ્યા હતા.