નવી દિલ્લી: વિવાદિત ઈસ્લામિક પ્રચારક જાકીર નાઈકના પિતા અબ્દુલ કરીમ નાઈકનું રવિવારે સવારે મુંબઈની એક હોસ્પિટલમાં નિધન થયું છે. સુત્રોથી મળેલી જાણકારી મુજબ જાકીર હાલ મલેશિયામાં છે અને તે ધરપકડના ડરથી પિતાના અંતિમ સંસ્કારમાં પણ નથી આવ્યો. નાઈકના પિતા ફિઝિશ્યન અને શિક્ષણ વિદ હતા. તે 1994-95 દરમિયાન બોમ્બે સાઈકિએટ્રીક સોસાયટીના પ્રેસિડેંટ પણ રહી ચુક્યા છે.


ગયા જુલાઈ મહિનામાં બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં થયેલા આતંકવાદી હુમલામાં એ વાત સામે આવી હતી કે આતંકીઓ જાકીર નાઈકના ઉપદેશથી પ્રેરિત હતા. ત્યારે નાઈક વિદેશમાં હતા અને વિવાદ વધી જવાના કારણે આજ સુધી ભારત નથી આવી શક્યા.

નાઈકના પિતાના અંતિમ સંસ્કારમાં આશરે 1500 લોકો જોડાયા હતા, જેમાં વકીલ, ડૉક્ટર, પત્રકાર અને બિજનેશમેન સામેલ થયા હતા. સ્થાનીક પોલીસની સાથે ક્રાઈમ બ્રાંચની ટીમ પણ કબ્રસ્તાનમાં ઉપસ્થિત રહી હતી. જાણકારી મુજબ જાકીર તેના પિતાને શ્રધ્ધાંજલિ આપવા માટે જલ્દીથી ભારત આવી શકે છે.