મુંબઈના સાકીનાકા વિસ્તારમાં ભીષણ આગ, 30 ઝુપડાઓ બળીને ખાક
abpasmita.in | 31 Oct 2016 09:16 AM (IST)
મુંબઈ: મુંબઈના સાકીનાકા વિસ્તારમાં રવિવારે રાત્રે આગ લાગવાની ધટના બની હતી. ધટના સ્થળ પર 14 ફાયર ફાયટરની ગાડીઓ આગને કાબૂમાં લેવા માટે લાગી છે છતા આગ પર કાબૂ નથી મેળવી શક્યા. આ આગમાં આશરે 25થી30 ઝુપડાઓ બળી ગયાની ખબર સામે આવી છે. આગ લાગવાની ધટના રાત્રીના આશરે 2 વાગ્યા આસપાસ બની હતી. જાણકારી મુજબ મોટાભાગના લોકો સુઈ રહ્યા હતા એ દરમિયાન ઝુપડાઓમાં આગ લાગવાનું શરૂ થયું હતું. થોડીવારમાં આગે તમામ ઝુપડાઓમાં ફેલાઈ ગઈ હતી. આગ લાગવાની ધટના બાદ ફાયર ફાઈટરની 14 ગાડીઓ ધટના સ્થળ પર પહોંચી આગને બૂઝાવવા માટે કોશિશ કરી રહી છે પરંતુ આગ પર કાબૂ નથી મેળવી શકાયો.