વિદ્યાર્થીઓએ પોતાની માંગને લઇને રાષ્ટ્રપતિને ઇમેલ લખ્યો છે. આ પત્રમાં વિદ્યાર્થીઓએ ફી વધારાના પ્રસ્તાવને પૂર્ણ રીતે પાછો લેવાની માંગ કરી છે. આ પહેલા દિલ્હી પોલીસે બીજા સુરક્ષા દળોની સાથે યૂનિવર્સિટીના તમામ ગેટને સીલ કરી નાંખ્યા હતા.
જેએનયૂના વિદ્યાર્થીઓ ફી વધારાને લઇ છેલ્લા કેટલાય દિવસોથી પ્રદર્શન કરી રહ્યા છે. આ રેલીને જેએનયૂ ટીચર્સ અસોસિએશને પણ વિદ્યાર્થીઓને સાથ આપ્યો હતો. હોસ્ટેલ ફીના મામલે જેએનયૂ હવે ઘણી મુશ્કેલ સ્થિતિમાં છે, કેમકે 12 ડિસેમ્બરથી સ્ટુડેન્ટ્સની સેમેસ્ટર એક્ઝામ છે.