શું કહ્યું મોદીએ
ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન મોદીએ કર્ણાટકની કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનની સરકાર પર પ્રહાર કરતાં કહ્યું, બીજેપીને રોકવા માટે તેમણે જે સીએમ બનાવ્યા હતા તેમને પણ રોજ બંદૂક બતાવવામાં આવતી હતી. તે સીએમ જનતા વચ્ચે રડતા, કરગરતા હતા. કર્ણાટકના લોકોએ કોંગ્રેસને પાઠ ભણાવ્યો છે. કર્ણાટકના પરિણામો તમામ રાજ્યો માટે સંદેશ છે કે જે કોઈ જનાદેશની વિરુદ્ધમાં જશે, જનતાને દગો આપશે તો મોકો મળતા જ જનતા તેને સજા આપશે.
આ 12 સીટો પર ભાજપની થઈ જીત
શિવરામ હેબ્બાર (યેલ્લાપુર), આનંદ સિંહ (વિજયનગર), રમેશ જારકીહોલી (ગોકાક), બી સી પાટિલ (હીરેકેરુર), શ્રીમંત પાટિલ (કાગવાડ), કે સુધાકર (ચિક્કાબલ્લાપુર), મહેશ કુમાતલ્લી (અથાની), અરૂણ કુમાર ગુટ્ટૂર (રાનીબેન્નૂર), એસટી સોમશેખર (યશવંતપુર), કે ગોપાલૈયા (મહાલક્ષ્મી લેઆઉટ), નારાયણ ગૌડા (કૃષ્ણારાજપેટ), બીએ બાસવરાજ (કેઆર પુરા)
2 પર કોંગ્રેસનો વિજય, 1 અપક્ષને મળી
આ ઉપરાંત કોંગ્રેસના ઉમેદવારોએ બે સીટ પર જીત હાંસલ કરી છે. પાર્ટીના રિઝવાન અરશદે શિવાજીનગર અને એચપી મંજૂનાથે હુનસિર સીટ પરથી બીજેપીના ઉમેદવારને હાર આપી છે. જ્યારે હોસાકોટે સીટ પર ભાજપથી બળવો કરીને અપક્ષ તરીકે લડેલા શરદ કુમાર બાચેગૌડાનો વિજય થયો છે.