નવી દિલ્લીઃ કેંદ્ર સરકાર સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત શહેરોની સાથે દેશના નાના ગામડાઓમાં પણ ટૉયલેટ બનાવાની ઝુમ્બેસ ચલાવી રહ્યું છે. તેમ છતા દેશમાં ટૉયલેટ બનાવામાં ઘણો પાછળ છે. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીની જન્મભૂમિ અન કર્મભૂમિ ગુજરાતનો સૌથી વધુ વિક્સીત રાજ્યોમાં સમાવેશ થાય છે. રાજ્યમાં મોબાઇલફોન દરેક વ્યક્તિ પાસે છે પરંતું ટૉયલેટ માટે આજે પણ લોકોને ખૂલામાં જવું પડે છે.

સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ બેસલાઇન સર્વે અનુસાર ગુજરાતમાં લગભગ દરેક વ્યક્તિ પાસે મોબાઇફોન છે. જ્યારે ટૉયલેટ માટે આજે પણ લોકોને સાર્વજનિક જગ્યા પર નિર્ભર રેહવું પડે છે. SRS વર્ષ 2014થી શરૂ કરવામાં આવેલા એક સર્વેમાં જાણવા મળ્યું હતું કે, રાજ્યમાં 98.3 લોકો પાસે પોતાના મોબાઇલ છે. પરંતું 69.8 ટકા લોકો પાસે જ ટૉયલેટ છે. આ ટૉયલેટમાં પણ 61 ટકા પાસે પાણીની વ્યવસ્થા પણ નથી.

ફક્ત ગુજરાત જ નહી દેશમાં પણ આવી જ સ્થિતિ છે. યૂએનના એક રિપોર્ટ મુજબ ભારત અંદાજીત 102 કરોડ લોકો પાસે મોબાઇલ ફોન છે. જ્યારે અંદાજે 75 કરોડ લોકો પાસે ટૉયલેટ નથી. ટૉયલેટ ઉપલબ્ધિ લક્ષ્યદીપ સૌથી બેસ્ટ રાજ્ય છે. જ્યાં અંદાજે 97 ટકા ટૉયલેટ છે. ચંદીગઢ અને દિલ્લી બીજા નંબરે આવે છે. જ્યારે ગુજરાત 15 માં નંબરે પર છે. ઓડિશા અને બિહાર આ લિસ્ટમાં સૌથી બેસ્ટ રાજ્ય છે.