New Delhi Darbhanga Express: ભારતીય રેલ્વેમાં અકસ્માતોનો સિલસિલો અટકવાનો નામ  નથી લઈ રહ્યો. હવે ફરી એકવાર દુર્ઘટના સામે આવી છે. નવી દિલ્હી-દરભંગા (02570) એક્સપ્રેસની બોગીમાં ભીષણ આગ લાગવાના સમાચાર છે. આ ઘટના ઈટાવાથી સરાઈ ભૂપત રેલવે સ્ટેશન પાસે બની હતી. હાલ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી રહી છે.


 






નવી દિલ્હીથી દરભંગા જતી એક્સપ્રેસ ટ્રેનમાં બુધવારે સાંજે ઇટાવા નજીક ભીષણ આગ લાગી હતી. ટ્રેનની સ્લીપર બોગીમાં આગ લાગી હતી. જે બોગીમાં આગ લાગી તેમાં મુસાફરોની ક્ષમતા બમણી હતી. આગ લાગતાની સાથે જ મુસાફરોએ કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. હાલમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. કૂદીને બબાર નિકળવાને કારણે 6 મુસાફરો ઘાયલ થયા છે. આગના કારણે આખી બોગી બળીને ખાખ થઈ ગઈ છે. બોગીમાં કેટલાક મુસાફરોનો સામાન પણ બળી ગયો હોવાનું કહેવાય છે. ઇટાવાના સરાય ભૂપત રેલ્વે સ્ટેશન પાસે આ અકસ્માત થયો છે. કાનપુર-દિલ્હી રેલ માર્ગ પર OHE બંધ કરી દેવામાં આવ્યું છે. આ રૂટ પર ટ્રેનોનું સંચાલન હાલ ઠપ્પ છે. 16 ટ્રેનોને વિવિધ સ્થળોએ રોકવામાં આવી છે. આગ લાગવાના કારણની તપાસના આદેશ આપવામાં આવ્યા છે.


બોગી સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગઈ છે. આગ લાગવાનું કારણ હાલ જાણી શકાયું નથી. અકસ્માતની માહિતી મળતાં રેલવે પોલીસ દળની સાથે સિવિલ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. નજીકની ફાયર બ્રિગેડને પણ બોલાવવામાં આવી છે. આગ ઓલવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ટ્રેનની અન્ય બોગીને ફાયર બોગીથી અલગ કરી દેવામાં આવી છે.


 






પીઆરઓ અમિત સિંહે જણાવ્યું કે આગને કારણે કોઈ મુસાફરને નુકસાન થયું નથી. તમામ મુસાફરો સુરક્ષિત છે. એસ-1 કોચમાં આગ લાગી હતી. તે અલગ કરવામાં આવી છે. તેના આગળના અને પાછળના કોચ S-2, S-3 અને SLR ને પણ સાવચેતીના પગલા તરીકે અલગ કરવામાં આવ્યા છે. આગ 90 ટકા ઓલવાઈ ગઈ છે. આગ સાંજે 5.33 વાગ્યે શરૂ થઈ હતી. કાનપુર-દિલ્હી રેલ માર્ગ પર OHE બંધ કરી દેવામાં આવ્યો છે. આ રૂટ પર ટ્રેનોનું સંચાલન હાલ ઠપ્પ છે. 16 ટ્રેનોને વિવિધ સ્થળોએ રોકવામાં આવી છે. આગ લાગવાના કારણની તપાસના આદેશ આપવામાં આવ્યા છે.