નવી દિલ્હીઃ ઉત્તરાખંડના પૌડી જિલ્લાનો એક વીડિયો હાલ ઇન્ટરનેટ પર સનસની મચાવી રહ્યો છે. આમાં બે કુતરા અને એક જંગલી ગરોળી દેખાઇ રહી છે. એક કુતરુ જંગલી ગરોળીની પુંછડીને ખેંચતુ દેખાઇ રહ્યુ છે તો બીજુ કુતરુ તેની મદદ કરી રહ્યું છે. આ દરમિયાન જંગલી ગરોળી કુતરાના હુમલાથી બચવા માટે ઝાડ પર ચઢતી દેખાઇ રહી છે. આ વીડિયો હાલ ખુબ વયારલ થઇ રહ્યો છે.

વીડિયોમાં બન્ને કુતરાના હુમલાથી બચવા માટે જંગલી ગરોળી પુરી તાકાતથી ઝાડ પર ચઢવાની કોશિશ કરી રહી છે. જોકે, કુતરાઓ પણ પુરી તાકાતથી જંગલી ગરોળીની પુંછડીને પકડી રાખીને ખેંચી રહ્યાં છે. એકવાર ઝાડ પરથી નીચે પડી ગયા બાદ જંગલી ગરોળી ફરીથી ઉપર ચઢવા માટે પ્રયાસ કરે છે.

જંગલી ગરોળી અને કુતરાઓ વચ્ચે સંઘર્ષનો આ વીડિયો અકદમ ખતરનાક છે, જોકે અંતમાં જંગલી ગરોળીને નીચે પાડી દે છે પરંતુ કુતરા તેનો શિકાર નથી કરી શકતા.



ખાસ વાત એ છે કે આ સંઘર્ષના વીડિયોને ઇન્ટરનેર પર હજારો લોકોએ જોયો છે. લગભગ 14 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. સોશ્યલ મીડિયા પર યૂઝર્સ આના પર લાઇક્સ અને કૉમેન્ટ્સ કરી રહ્યાં છે. નોંધનીય છે કે મૉનિટર જંગલી ગરોળીની 80 પ્રજાતિયો છે જે આફ્રિકા, એશિયામાં વધુ જોવા મળે છે.