વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર વિશ્વના 32 દેશોના 239 વૈજ્ઞાનિકોએ એ વાતના પૂરાવા આપ્યા છે કે ફ્લોટિંગ વાયરસના કરણ એવા લોકોને સંક્રમિત કરી શકે છે જે તેને શ્વાસ દ્વારા પોતાના શરીરમાં અંદર લે છે. આ પહેલા WHOએ કહ્યું હતું કે, કોરોનાનો વાયરસ શ્વાસની બિમારીનું કારણ બને છે. ચેપ લાગેલ વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ થાય છે.
તેની સાથે જ કહેવામાં આવ્યું હતું કે કોરોનાનો ચેપ મુખ્ય રીતે સંક્રમિત વ્યક્તિના નાક અને મોઢામાંથી નીકળતા નાના ડ્રોપના માધ્યમથી ફેલાય છે જે જમીન પર સંપર્કમાં આવવા પર ઝડપથી ખત્મ થઈ જાય છે.
જીનીવીમાં એક બ્રીફિંગ દમરિયાન WHOએ એક્સપર્ટ બેનેડેટ્ટા અલેગ્રાંજીનું કહેવું છે કે, સંગઠન વાયરસના ટ્રાન્સમિશનની રીતને લઈને પૂરાવાને ધ્યાનમાં લઈ રહ્યા છે.
બેનેડેટ્ટા અનુસાર સાર્વજનિક જગ્યા પર, ભીડવાળી બંધ જગ્યા પર, હવા દ્વારા વાયરસ ફેલાઈ શકે છે. 32 દેશોના 239 વૈજ્ઞાનિકોએ આ વાતના પૂરાવા આપ્યા છે કે કોરોના સંક્રમિતના મોઢા અને નાકથી નીકળતી હવાના કરણમાં કોરોના વાયરસ ઘણાં સમય સુધી હવામાં રહી શકે છે. જેના કારણે તે આગળ કોઈપણ વ્યક્તિને સંક્રમિત કરી શકે છે.